ઇજિપ્તમાં પેઇનકિલર ગોળીઓ સાથે પકડાયલી બ્રિટિશ મહિલાને જેલમાં ધકેલવામાં આવી છે. એ મહિલાને પચીસ વર્ષની કેદ અથવા ફાંસીની સજાના ફરમાનની પણ શક્યતા છે. ૩૩ વર્ષની લોરા પ્લમરની સૂટ કેસમાંથી ટ્રેમડોલ અને નેપરોક્સન જેવી પેઇનકિલર ગોળીઓ મળી ત્યારે તેણે કહ્યું હતું કે એક્સિડેન્ટમાં ઇજાગ્રસ્ત પતિને પીડાથી રાહત આપવા માટે બ્રિટનથી ગોળીઓ ઇજિપ્ત લઇ ગઇ હતી.
પતિ ઇજિપ્તમાં જ રહે છે. સૂટ કેસમાંથી દવાઓ મળ્યા પછી અરબી ભાષામાં લખેલા ૩૮ પાનાના એક સ્ટેટમેન્ટ પર એ મહિલાની સહી કરાવવામાં આવી હતી. ત્યાર બાદ તેને પંદર ફુટ લાંબી અને પંદર ફુટ પહોળી જેલમાં અન્ય પચીસ મહિલાઓ સાથે પૂરી દેવામાં આવી હતી. મહિલાના ભાઇર જેમ્સ પ્લમરે જણાવ્યું હતું કે પોલીસે ૯ ઓક્ટોબરે ડ્રગ ટ્રાફિકિંગના આરોપસર ધરપકડ કરી હોવાથી કાયદેસર રીતે લોરાને પચીસ વર્ષની કેદ થવાની શક્યતા છે. પતિને મળવા બોરા બ્રિટનથી વર્ષમાં ચાર વખત આવે છે.
અન્ય દેશમાં હોવાથી લોરાનો પરિવાર કાનૂની કાર્યવાહી બાબતે લાચારી દર્શાવે છે. જો કે ઇજિપ્તના વિદેશ મંત્રાલયે એ બ્રિટિશ મહિલાને મદદ કરતુ હોવાનો દાવો કર્યો હતો.