કોનો થયો સમાવેશ
ICC ક્રિકેટ સમિતિ (અધ્યક્ષ): અનિલ કુંબલે
પડેન અધિકારી: શશાંક મનોહર (IPL અધ્યક્ષ) અને ડેવિડ રિચર્ડસન (ICC મુખ્ય કાર્યકારી)
પૂર્વ ખેલાડીઓના પ્રતિનિધિ: એન્ડ્ર્યુ સ્ટ્રોસ, મહેલા જયવર્ધને
હાલના ખેલાડીઓના પ્રતિનિધિ: રાહુલ દ્રવિડ
ટીમમાં પૂર્ણ સદસ્ય ટીમ કોચ પ્રતિનિધિ: માઈક હેસન (ન્યુઝીલેન્ડ ટીમ કોચ)
એસોસિએટેડ સદસ્ય પ્રતિનિધિ: ફાઈલ કોટજર (સ્કોટલેંડ કેપ્ટન)
મહિલા ક્રિકેટ પ્રતિનિધિ: બેલિન્ડા ક્લાર્ક (ઓસ્ટ્રેલીયાના પૂર્વ કેપ્ટન)
પૂર્ણકાલિકા પ્રતિનિધિ: ડેવિડ વાઈટ (ન્યુઝીલેન્ડ મુખ્ય કાર્યકારી)
મીડિયા પ્રતિનિધિ: શોન પોલાક (દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને કોમેન્ટેટર)
આમ્પયારોના પ્રતિનિધિ: રિચર્ડ કેટલબરો
રેફ્રીઓના પ્રતિનિધિ: રંજન મદુગલે
ખઈઈ પ્રતિનિધિ: જોન સ્ટીફેનસન
ન્યૂઝીલેન્ડમાં કોચ માઇક હેસનને ભારતના પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેની આગેવાનીવાળી આઈસીસી ક્રિકેટ સમિતિમાં કોચના પ્રતિનિધિ તરીકે ઓસ્ટ્રેલિયાના ડેરેન લેહમેનના સ્થાને સામેલ કરાયા છે.
લેહમેને સાઉથ આફ્રિકામાં માર્ચ મહિનામાં થયેલા બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ કોચપદેથી રાજીનામું આપી દીધું હતું. આઈસીસી દ્વારા નિવેદનમાં જણાવાયું કે, ઓસ્ટ્રેલિયાની પૂર્વ મહિલા કેપ્ટન બેલિન્ડા ક્લાર્ક અને સ્કોટલેન્ડના કેપ્ટન કાઇલ કોએત્ઝરને પણ સમિતિમાં સામેલ કરાયો છે.
એન્ડ્રયુ સ્ટ્રોસ અને માહેલા જયવર્દને પૂર્વ ખેલાડીઓના પ્રતિનિધિ છે. ક્લાર્કને મહિલા ક્રિકેટ પ્રતિનિધિ તરીકે સામેલ કરાઈ છે જે ક્લેયર કોનોરનું સ્થાન લેશે. કોએત્ઝર એસોસિયેટ સભ્યોના પ્રતિનિધિ તરીકે આયરલેન્ડા કેવિન ઓબ્રાયનનું સ્થાન લેશે.
આ ત્રણેયને ૩-૩ વર્ષ માટે સમિતિમાં સ્થાન અપાયું છે. આગામી અઠવાડિયે યોજાનાર ર્વાષિક બેઠક તેમની પ્રથમ બેઠક હશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com