૧૪ કિ.મી. લાંબી જોજીલા પાસ ટર્નલના કારણે માર્ગ પરિવહન અવિરત રહેશે: શ્રીનગરથી લેહ વચ્ચેનું અંતર ૩ કલાક સુધી ઘટી જશે
હિમવર્ષા સહિતની કુદરતી આફતોના કારણે વર્ષમાં ઘણીવાર દેશથી છુટ્ટા પડી જતા લેહ-લદ્દાખને હવે બારેમાસ જોડી રખાશે. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં જોજીલા પાસ ટર્નલ બનાવવા માટે રૂ.૬૮૦૯ કરોડ મંજૂર કર્યા છે. જોજીલા પાસ ટર્નલથી શ્રીનગર, કારગીલ અને લેહ-લદ્દાખ દરેક ઋતુમાં દેશ સાથે જોડાઈ રહેશે.
શ્રીનગર, કારગીલ અને લેહ-લદ્દાખ દર વર્ષે ભારે હિમવર્ષા અથવા કડકડતી ઠંડીના કારણે માર્ગ બંધ થઈ જતા સંપર્ક વિહોણા થઈ જાય છે. માટે આ રસ્તો સતત ચાલુ રહે તેવા હેતુથી જોજીલા પાસ ટર્નલનું નિર્માણ થશે. આ ટર્નલ શ્રીનગર-કારગીલ-લેહ નેશનલ હાઈવે પર છે. ટર્નલ નિર્માણ માટે હાલ સરકાર દ્વારા રૂ.૬૮૦૯ કરોડને મંજૂરી આપવામાં આવી છે.
આ ટર્નલ ૧૪ કિ.મી.ની રહેશે. ટર્નલના કારણે શ્રીનગર અને લેહ વચ્ચેનું અંતર ૩ કલાક જેટલું ઘટી જશે.
શ્રીનગરથી લેહ માત્ર ૧૫ મીનીટમાં પહોંચી શકાશે. સરકારે ૧૫ કિ.મી.ની જોજીલા પાસ ટર્નલના નિર્માણ માટે સરકારે ટેન્ડર પણ મંગાવ્યા છે. આ નિર્માણ માટે ક્ધટ્રકશન પાછળ રૂ.૪૮૯૯ કરોડનો ખર્ચ થશે. સમગ્ર પ્રોજેકટમાં રૂ.૬૮૦૯ કરોડ ખર્ચાશે. આ ટર્નલ ૧૪.૧૫ કિ.મી. લાંબી રહેશે.
જોજીલા પાસ ટર્નલ પ્રોજેકટનું આગામી મે-જૂન મહિનામાં વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શકયતા છે. કેબીનેટ દ્વારા હલ્દીયા-વારાણસી વચ્ચે પરિવહન માટે જલ વિકાસ માર્ગ પ્રોજેકટ અંતર્ગત રૂ.૫૩૬૯ કરોડ પણ ફાળવવામાં આવ્યા છે. જે પ્રોજેકટ વર્ષ ૨૦૨૩માં પૂર્ણ થશે તેવી ધારણા છે.