ઉમરાળી ગામના આગેવાનો, ગ્રામજનો અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સહિતનાઓની ખાસ ઉપસ્થિતિ
ગુજરાત રાજ્યની સપના થયા પછી પ્રથમ વખત રાજ્ય મા નોન -પ્લાન રસ્તા ઓને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરવા ગત બજેટ મા જોગવાઈ કરવામા આવેલ હતી .
જેના અનુસંધાને રાજકોટ તાલુકા ના ઉમરાળી અને ગોંડલ તાલુકાના મોટા દડવા બંને ગામ અને તાલુકા ને જોડતો મુખ્ય રસ્તા નુ ડામર કામ નુ ખાત મુહૂર્ત ઉમરાળી ગામે કરવા મા આવેલ આ ખાત મુહૂર્ત ઉમરાળી ગામ ના માજી સરપંચ અને આહીર સમાજ ના આગેવાન પ્રભાતભાઈ ચાવડા તા જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા તથા ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા ના વરદ હસ્તે કરવા મા આવેલ આ તકે ઉમરાળી ગામ ના આગેવાનો ગ્રામજનો તથા પુ્વઁ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા ઉમરાળી ગામ ના સરપંચ શ્રી સુરેશભાઈ જળુ તાલુકા ભાજપ ઉપપ્રમુખ મનુભાઈ ચાવડા તાલુકા પંચાયત ના કારોબારી ના અધ્યક્ષ મેરામભાઇ જળુ મોટા દડવા ના સરપંચ શ્રી ભુપતભાઇ હલેન્ડા ના સરપંચ શ્રી વનરાજભાઈ ગરૈયા તથા જીલ્લા ભાજપના આગેવાન મનુભાઈ લાવડીયા તથા ઉમરાળી ગ્રામ પંચાયતના સભ્ય શ્રી ઓ મનુભાઈ ડવ, મયુરભાઇ ડવ, ભરતભાઈ ચાવડા , તેજાભાઇ જળુ, મયુરભાઇ વી ડવ, સુરેશભાઈ કુવાડીયા સહિત ગામના લોકો ખૂબ મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા અને આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી