ઉપલેટા-ધોરાજી-માણાવદર સહિત ૨૫ ગામોનાં ખેડુતોને સિંચાઈ માટે આપવામાં આવતું પાણી રાજય સરકારે એકા-એક બંધ કરી દેતા ત્રણેય તાલુકાના ખેડુતો છેલ્લા આઠ દિવસ થયા ધરણા-રેલી સહિતના કાર્યક્રમો યોજી સરકારના આંખ ખોલવાનો પ્રયત્નકરી રહ્યા હતા ત્યારે ગતરાત્રે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે સિંચાઈના પાણી પ્રશ્ને ધારાસભ્ય લલીતભાઈ વસોયા અને જવાહરભાઈ ચાવડાએ આજે ગાંધીનગર બોલાવ્યા છે. બપોરે બે વાગ્યે બંને ધારાસભ્યો સાથે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલની બેઠક યોજાશે. આ અંગે ધારાસભ્ય લલીત વસોયાનો સંપર્ક કરતા જ તેઓએ જણાવેલકે અમો ખેડુતો માટે પાણી છોડાવવા મકકમ છીએ જો સરકાર પાણી છોડવામાં નનૈયો ભણશે તો અમારો૨૦મીના ભાદર-૨ ડેમ ઉપર ખેડુતો જઈ પાણીની બોટલો ભરી ગાંધીનગર મોકલશું.
Trending
- વર્ષો પહેલાની આવકવેરા રિટર્ન ભરવાની પદ્ધતિ હવે સરળ બનશે
- નિયમ ભંગ બદલ એક વર્ષમાં 13012 કેસો કરી રૂ.5.45 કરોડનો દંડ વસુલાયો
- જીઇબી એન્જિનિયર એસો.ના સેક્રેટરી જનરલનો ચાર્જ એચ.જી. વઘાસિયાને સોંપાયો
- ”વોકલ ફોર લોકલ” : આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ પતંગ બનાવવાનું 95 ટકા કામ ફકત હાથ વડે
- રણ ઉત્સવ: કચ્છનું સ્વર્ગ એટલે સફેદ રણ
- Amazon એ લોન્ચ કરી ન્યુ Echo Spot Smart Watch, જેની કિંમત અને ફીચર્સ જાણી તમે પણ ચોકી જસો…
- અમરેલી: ચકચારી બનેલા પાયલ ગોટીના કેસમાં આવ્યો નવો વળાંક
- અરવલ્લી: 10 વર્ષની સગીરાનું અપહરણ અને બળાત્કાર મામલે સગીરની માતા સહિત 5 લોકોની ધરપકડ