નિવૃત્તિ પછી સચિન ત્રીજીવાર રમશે
રોડ સેફટીને પ્રોત્સાહિત કરવાના હેતુથી એક ટી-૨૦ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ટૂર્નામેન્ટ ’રોડ સેફટી વર્લ્ડ સીરિઝ’ તરીકે ઓળખાશે. સચિન તેંડુલકર, બ્રાયન લારા, વિરેન્દ્ર સેહવાગ, મુથૈયા મુરલીધરન, જેક કાલિસ, બ્રેટ લી, શિવનારાયણ ચન્દ્રપોલ અને અન્ય દિગ્ગજ નિવૃત ક્રિકેટર્સે આમાં ભાગ લેવાના છે.
ટૂર્નામેન્ટની પહેલી સીઝન ૨થી૧૬ ફેબ્રુઆરી દરમિયાન મુંબઈમાં રમાશે. તેમાં ૫ ટીમો: ઇન્ડિયા લેજેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા લેજેન્ડ્સ, શ્રીલંકા લેજેન્ડ્સ, સાઉથ આફ્રિકા લેજેન્ડ્સ અને વેસ્ટ ઇન્ડીઝ લેજેન્ડ્સ ભાગ લેશે. ઇએસપીએન ક્રિકઇન્ફો અનુસાર ૧૧૦ નિવૃત ક્રિકેટર્સે તેમાં ભાગ લેવા માટે હા પાડી છે અને ટી-૨૦ ફોર્મેટમાં આ ટૂર્નામેન્ટ રમાશે. મહારાષ્ટ્ર સરકારનું રોડ સેફટી ગ્રુપ અને પ્રોફેશનલ મેનેજમેન્ટ ગ્રુપ આ ટૂર્નામેન્ટના પ્રમોટર્સ છે. તેમનું પ્લાનિંગ આગામી ૧૦ વર્ષ માટે ટૂર્નામેન્ટનું આયોજન કરવાનું છે.
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ૨૦૧૩માં નિવૃત્તિ લીધી હતી. તે પછી તેઓ ૨૦૧૪માં રેસ્ટ ઓફ ધ વર્લ્ડ વિરુદ્ધ ખઈઈ માટે રમ્યા હતા. તેમજ ૨૦૧૫માં યુએસએમાં શેન વોર્નની ટીમ વિરુદ્ધ ત્રણ એક્ઝિબિશન મેચમાં રમ્યા હતા. હવે તેઓ ત્રીજી વાર મેદાન પર રમતા દેખાશે.