દિલ્હી હાઇકોર્ટે આગોતરા જામીન ફગાવતા તથા સુપ્રિમ કોર્ટે તાતકાલિક સુનાવણીનો નનૈયો ભણતા કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભૂગર્ભમાં
સમય સમયની વાત વછે માણસનો સમય બદલાય પછી તેને સંધરવાળા કોઇ બચતા નથી. દેશના પૂર્વ નાણામંત્રી પર ઉભા થયેલા સંકટના વાદળોમાં આ કહેવત યથાર્થ પુરવાર થઇ રહી છે. પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી ચીદમ્બરમને મંગળવારે દિલ્હી હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવવામાં નિષ્ફળતા મળ્યા બાદ સુપ્રિમ કોર્ટના શરણે ગયેલા પી. ચિદમ્બરમને આગોતરા જામીન ન મળતા ભૂર્ગભમાં ઉતરી જવાની ફરજ પડી હતી.
મંગળવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ પર સંકટના વાદળો ભારે ધેરાયા હતા. જયારે ભ્રષ્ટાચારના બે કેસોમાં પી. ચિદમ્બરમને આગોતરા જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ સુપ્રિમ કોર્ટના શરણે જવાની તૈયારીમાં લાગી ગયેલા પી. ચિદમ્બરમની અરજી આજે સુપ્રિમ કોર્ટની વરિષ્ઠ ખંડપીઠ પાસે મુકાય તે પહેલા ધરપકડથી બચવા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પી.ચિદમ્બરમની સામે દાયકા જુના ભ્રષ્ટાચારના બે કેસો અંગે સીબીઆઇ અને આઇ.ડી. દ્વારા તપાસ થઇ રહી છે. જેમાં એરસેલ મેકિસસ સોદામાં ૩૫૦૦ કરોડ અને આઇ.એન.એકસ. મિડિયા કેસમાં ૩૦૫ કરોડના કથિત ભ્રષ્ટાચારનો ચિદમ્બરમ આક્ષેપનો સામનો કરી રહ્યા છે.
ન્યાયમૂર્તિ સુનિલ ગોરએ આગોતરા જામીન અરજીની સુનાવણી વખતે આ કેસને લગતી કેટલીક વિશિષ્ટ બાબતોને લઇ ચીદમ્બરમની ભુમિકા મુખ્ય સુત્રધાર તરીકે હોય ત્યારે એ જરુરી નથી કે સાસંદ હોય એટલે તેમને આગોતરા જામીન મળી જાય આવી અરજી મંજુર કરવાથી સમાજમાં અયોગ્ય સંદેશ સાથે સાથે આવા સંવેદનશીલ ઓ હાઇપ્રોફાઇલ કેસમાં મુખ્ય સુત્રધાર હોય તેવી વ્યકિતને આગોતરા જામીન ન આપી શકાય.
સામા પક્ષે ચિદમ્બરમે ભાજપ શાસિત સરકાર રાજકીય રાગદ્રેષથી કાર્યવાહી થતી હોવાનો આક્ષેપ કર્યો હતો જયારે હાઇકોર્ટના આ મામલાના વલણ અંગે પણ દલીલ કરી હતી. અને ચિદમ્બરમના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા.ન્યાયમૂર્તિ ગૌરે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના આ કેસમાં કોર્ટ અને તપાસીન એજન્સીઓ પુરાવાના આધારે તપાસ કરી રહી છે. કોર્ટમાં અગોતરા જામીન અરજીનો અસ્વીકાર થયા બાદ સીબીઆઇ ટીમ પૂર્વ નાણાંમંત્રી ના જોરબાગ નિવાસ સ્થાને તેમની અટકાયત માટે ગઇ હતી. પરંંતુ ચિદમ્બરમ ત્યાં મળ્યા હતાં. ન્યાયમૂર્તિ ગોરે ચિદમ્બરમને તાત્કાલીક અદાલતના શરણે આવી જવા તાકીદ કરી હતી. અને ધરપકડની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં અરજીનો નિકાલ થાય ત્યાં સુધી રાહત આપવાની અરજી કરી હતી. પરંતુ ન્યાયમૂર્તિ ગૌરે તેનો ઇન્કાર કર્યો હતો. હાઇકોર્ટમાંથી ચિદમ્બરની ધરપકડ ખાડવા ગયા વર્ષના જુલાઇ મહિનાથી ચિદમ્બરને વચગાળાના જામીન આપીને રાહત અપાઇ રહી છે. આ મુદ્દે સીબીઆઇને રપમી જાન્યુઆરી વચગાળાના જામીન આપવા અરજી કરી હતી. હવે સુપ્રિમ કોર્ટના આકરા તેવરને લઇને ચિદરમ્બર પર ફરીથી ધરપકડ ની તલવાર લટકી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમને હવે ગમે ત્યારે જેલમાં જવું પડશે.
યુ.પી.એ. સરકારમાં નાણામંત્રી રહેલા પી. ચિદમ્બરમે તેમનો હોદાનો દુ યોગ કરીને એરસેલ મેકિસસ સોદા અને આઇ.એન.એકસ મિડીયા કેસમાં અવૈધ રીતે વિદેશી રોકાણની મંજુરી આપી હોવાનો મામલો કાયદાની એરણ પર ચડાવવામાં આવ્યા છે. હાઇકોર્ટે જયારે આ મુદ્દે જામીન અરજીના નિકાલના અધિકારની બાબત અંગે સ્પષ્ટ વલણ જાહેર કરતાં ચિદમ્બરનના બચાવમાં કપિલ સિમ્બ સુપ્રિમ કોર્ટમાં દોડી ગયા હતા. પરંતુ મુખ્ય ન્યાયમૂર્તિ અયોઘ્યા કેસમાં રોકાયેલા હોવાથી આ મામલો હાથ ધર લીધો ન હતો. ચિદમ્બરને ધરપકડથી બચાવવા ચિદમ્બરની અરજી સુપ્રિમ કોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ ના ટેબલ ઉપર મામલો પહોચ્યો હતો. આજે આ અંગે મહત્વનો નિર્ણય લેવાશે. મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એ. બોબડે અયોઘ્યા કેસની સુનાવણી કરતી ખંડપીઠમાં વ્યસ્ત હોવાથી આ મામલો ન્યાયમૂર્તિ રમન્નાની અદાલતમાં પેશ થશે. સીબીઆઇ અને ઇ.ડી. મંગળવારે ચિદમ્બરના ઘરે ગઇ ત્યારે તે ઘરમાં મળ્યા ન હતા તેમના ઘરમાં ટીમ મીડીયાની ટીમોને ખડકલો જોવા મળ્યો હતો. ચિદમ્બરમ સાથે એસબીઆઇએ આઇ.એન.એકસ. મામલે ૧૫-૫-૧૭ ના રોજ કેસ દાખલ કયો હતો ધરપકડથી બચવા પૂર્વ નાણાંમંત્રી હાલ કયાંક ચાલ્યા જતાં ભારે ચકચાર જાગી છે.