અખિલ હિંદ મહિલા પરિષદ અને એ.એમ.પી.સરકારી લો-કોલેજના સંયુકત ઉપક્રમે બહુ આયામી હેતુલક્ષી કાર્યક્રમ યોજાયો
તારીખ ૧૦ ડીસેમ્બર આંતરાષ્ટ્રીય માનવ અધિકાર દિન નિમિતે અખિલહિંદ મહિલા પરિષદ અને એ.એમ.પી.સરકારી લો-કોલેજનાં સંયુકત ઉપક્રમે બહુ આયામી હેતુ લક્ષી કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો,કાર્યક્રમમાં વિસ્તાર વિકાસ પ્રકલ્પનાં સર્વે મહોલ્લા પ્રતિનીધીઓ, પેરાલીગલ વર્કસ તેમજ કાઉન્સેલર્સ તથા પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓની ખુબ જ પ્રભાવી સંખ્યામાં રાજકોટનાં વિવિધ આર્થિક પછાત વિસ્તારોમાં મહોલ્લા મીટીંગ દ્વારા કાનુની જાગૃતિ અભિયાન ચલાવવાની સાથે કાનુની સહાય પુરી પાડવા અર્થે નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો.
અખિલ હિંદ મહિલા પરિષદ ઝોનલ ઓર્ગેનાઈઝર ભાવનાબેન જોશીપુરાનાં અધ્યક્ષ સ્થાને આયોજીત આ કાર્યક્રમમાં રાજકોટની સરકારી લો-કોલેજમનાં પ્રાચાર્ય ડો.મિનળબેન રાવળ, પરિષદનાં મંત્રી પ્રવિણાબેન જોશી તેમજ સામાજીક અગ્રણી તૃપ્તીબેન વ્યાસ સહિતનાં અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહેલ.
માનઅધિકાર દિન નિમિતે કાનુની જાગૃતિ અભિયાન તેમજ સંશોધન અર્થે અખિલ હિંદ મહિલા પરિષદ અને એ.પી.લો-કોલેજ વચ્ચે સમજુતી કરાર કરવામાં આવ્યા હતા.
સમારોહમાં વધતા જતા મહિલા અત્યાચારો માટે ખાસ ચિંતા વ્યકત કરવામાં આવી હતી અને ગુનેગારો સામેની સમગ્ર ટ્રાયલ એક માસમા પૂર્ણ કરી સજાનો અમલ કરવા ફોજદારી ન્યાય પ્રણાલીમાં તત્કાલ સુધારો લાવવા હિમાયત કરવામાં આવી હતી.
પરિષદ અધ્યક્ષ ડો.ભાવનાબેન જોશીપુરાએ જણાવ્યું હતું. કે,માનઅધિકારીની પુરી સંકલ્પના ભારતનાં કુદરતી ન્યાયનાં સિધ્ધાંત ઉપર આધારીત છે ભારતીય બંધારણમાં પ્રયોજાયેલ મુળભુત અધિકારોનાં માધ્યમથી વ્યકિતને દરજજા યુકત જીવન જીવવાનો અધિકાર આપવામાં આવ્યો છો,
લો-કોલેજનાં પ્રિન્સીપાલ ડો.મીનલબેન રાવલે જણાવ્યુ હતું કે,બંધારણ દિન ૨૬મી નવેમ્બર થી ૧૦ડિસેમ્બર એમ પખવાડીયા માટે કોલેજ દ્વારા કાયદા વિષયક વ્યાખ્યાનો,વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ પ્રેરક કાર્યક્રમો,મહોલ્લા બેઠકો સહિતા ઉપક્રમો આયોજીત કરાયેલ છે,કાનુ અભ્યાસનાં વિદ્યાર્થીઓને વધુને વધુ પ્રેકટીકલ ટ્રેનીંગ મળી રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, માનઅધિકારનો અભ્યાસક્રમ દેશભરમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા ચાલુ કરવામાં આવ્યો હતો તે આપણા માટે ગૌરવની બાબત છે.
આ પ્રસંગ વરિષ્ટ પ્રાધ્યાપક પ્રકાશભાઈ કાગડા, સમાજકાર્ય અભ્યાસ ક્રમનાં ડો.કોમલ કપાસી કાઉન્સેલર પુનમબેન વ્યાસ, યુવા પેરાલીગન વર્કર સમ્રાટ ઉપાધ્યાય, લીલાબેન મેપાણી, પ્રાધ્યાપક પરમેશ્ર્વરીજી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ક્રીપાલભાઈ ગઢવી, ભરતભાઈ સોંદરવા, વિસ્તાર વિકાસ ક્રિયાશીલ ચંપાબેન પીત્રોડા, ભાવનાબેન જરીયા, કનુબેન ભરવાડ, ડોલી જરીયા, તૃપ્તીબેન, વિશા પારેખ,લાભુબેન ભડાસીયા,વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર સંચાલક શબનમ ઠેબા વગેરે ઉપસ્થિત રહેલ