૧૮૦ દેશોમાંથી ભારતને ૧૭૭મું સ્થાન ભારત સહિત ચીન અને પાકિસ્તાનમાં પણ વધ્યું પ્રદુષણનું પ્રમાણ
ગો ગ્રીન…કલીન સિટી, ગ્રીન સિટીના નારા વચ્ચે ભારતનું અસ્તિત્વ ઝાંખુ પડી રહ્યું છે. પર્યાવરણ તેમજ વન વિભાગ સુરક્ષાની લીલાયાવાળીથી ભારતમાં લીલોતરીની માઠી હાલત સર્જાઈ છે. બે વર્ષ પૂર્વે સૌથી વધુ ગ્રીનરી ધરાવતા ૧૮૦ દેશોમાં ભારતનું ૧૪૧મું સ્થાન હતું. ત્યારે આ વર્ષે ભારત ૧૭૭માં સ્થાને એટલે કે તળીએ પહોંચી ગયું છે. વૈશ્ર્વિક પર્યાવરણ ઈન્ડેકસ પ્રમાણે દાવોસમાં યોજાયેલી ઈકોનોમિક ફોરમ મિટમાં ભારતનો તળીયાના ૫ દેશોમાં સમાવેશ છે તેવું સામે આવ્યું હતું.
આ પાંચ દેશોની ગણતરી તેના વાયુ, જળ, સેનિટેશન, કાર્બન ડાયોકસાઈડ, વન વિભાગ અને પાણીના નિકાલ અંગેની કામગીરીથી મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ ઘટકો ખુબ જ મહત્વપૂર્ણ છે જેના પર લોકોનું આરોગ્ય આધારિત છે. ત્યારે ચીન અને પાકિસ્તાન પણ વાયુ પ્રદુષણ અંગે નોંધાયા હતા. જોકે તેની સામે ‘ઉજ્જવલા યોજના’ પુરવાર સાબિત થઈ હતી. સરકારની બીપીએલની મહિલાઓને એલપીજી ગેસ સિલિન્ડર આપવાની યોજના સફળ થઈ હતી. કારણકે તેમણે રાંધવાની એક સુરક્ષિત ટેકનિક અપનાવી હતી.
ભારત, ચીન અને પાકિસ્તાનમાં પ્રદુષણનું દબાણ વધ્યા હોવાને કારણે વૈશ્ર્વિક પર્યાવરણ પર તેની માઠી અસરો થઈ રહી છે. ત્યારે ફ્રાંસ, ડેનમાર્ક, માલતા, સ્વિડન અને સ્વીટર્ઝલેન્ડ પર્યાવરણ અને લીલોતરીની સુરક્ષા અંગે પ્રથમ ક્રમે છે. જેની લોકોના આરોગ્ય પર સીધી અસર થાય છે. ‘અબતક’ આ પૂર્વે પણ લખી ચુકયું છે કે પૃથ્વી અગ્નગોળો બની રહી છે કારણકે વૈશ્ર્વિક સ્તરે ગત દસકા કરતા ૨ ડિગ્રી સેલ્સીયસ સુધીના તાપમાનમાં વધારો થયો છે. ગ્રીન હાઉસની ઈફેકટ અને પ્રદુષણના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.