૮૬૫૦ એલઈડીથી વર્ષે રૂ.૨૯.૪૦ લાખની બચત થશે
રાજકોટ ડીવીઝન હેઠળ આવતા તમામ રેલવે સ્ટેશનોમાં એલઈડી લાઈટો ફીટ કરી રેલવે વીજળી સાથે આર્થિક બચત કરી રહ્યું છે. રાજકોટ ડીવીઝન હેઠળના ૬૪ સ્ટેશનોને ૧૦૦ ટકા એલઈડી લાઈટીંગ ધરાવતા સ્ટેશનો બનાવી દેવામાં આવ્યા છે. તમામ સ્ટેશનોમાં કુલ ૮૬૫૦ એલઈડી લગાવવામાં આવી છે.એલઈડી લાઈટીંગથી રેલવે ૪.૩૮ લાખ કિલો વોટ વીજળી બચાવશે જેના કારણે રૂ. ૨૯.૪૦ લાખની પણ બચત થશે. બીજી બાજુ યાત્રીકોને સ્ટેશન પર એલઈડી લાઈટથી વધુ પ્રકાશ મળશે રાજકોટ જંકશન, સુરેન્દ્રનગર સહિત ડીવીઝનનાં તમામ સ્ટેશનમાં એલઈડી લાઈટીંગની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ ગઈ છે.