સ્વમાન-સન્માન માટે નહીં સમાજ સેવા માટે સંઘર્ષનું ખેડાણ
ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં જાણીતા આંખના સર્જને સચોટ નિદાન-સારવારથી વિશિષ્ટ ખ્યાતિ મેળવી
અંધત્વ નિવારણ કાર્યક્રમમાં નોંધપાત્ર કામગીરી બદલ રાજય સરકાર દ્વારા વિશિષ્ટ સન્માન કરાયેલુ
સંઘર્ષ ની સીડી પર પગ રાખીને મહિલાઓ સફળતાની ટોચે પહોંચી રહી છે ગમે તે ક્ષેત્ર હોય પણ પોતાના લક્ષ્ય સુધી જ્યાં સુધી નથી પહોંચતી ત્યાં સુધી મહિલાઓ પગ વાળીને પણ બેસતી નથી. સ્વ,સ્વમાન અને સન્માન નહિ સમાજ અને આ સમાજની સેવા માટે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ના મહિલા તબીબ ક્લાસ વન અધિકારી હોવા છતા મેટ્રોસિટી નો મોહ છોડીને માતા તેમજ પોતાના જન્મ સ્થળ નુ રુણ અદા કરવા નાના એવા તાલુકા ની સરકારી હોસ્પિટલમાં આવીને પોતાની તબીબી પ્રેક્ટિસ શરૂ કરી છે આ સેવા પાછળ નું કારણ માત્ર એટલું જ છે કે તેમનો વતન પ્રેમ અને તેમના માતૃભૂમિ માટે નું ઋણ ચૂકવવું.
ઉપલેટાની સિવિલ હોસ્પીટલમાં જાણીતા આંખના સર્જન અને ક્લાસ વન અધિકારી ડોક્ટર ખ્યાતિ કેશવાલા એ તેમના નિદાન અને સારવાર થકી વિશિષ્ટ ખ્યાતિ મેળવી છે. મુંબઈ જેવુ શહેર છોડીને માત્ર ને માત્ર પોતાના માદરે વતનમાં રહી દર્દીઓની સેવા કરી શકે તે માટે ઉપલેટાની કોટેજ હોસ્પિટલ માં વર્ષ ૨૦૧૨થી ક્લાસ વન અધિકારી તરીકે પોતાની તબીબી પ્રેક્ટિસ શરૂ કરી છે. ગ્રામીણ વિકાસ છોડીને શહેરો તરફ યુવાવર્ગ દોટ મૂકી રહ્યો છે ત્યારે આ મહિલા તબીબ નો જન્મ પોરબંદરમાં થયો હતો પણ તેમનો ઉછેર મુંબઈ જેવા મેટ્રો શહેરમાં થયો, મુંબઈની ઘાટકોપરમાં આવેલી જાણીતી ફાતિમા કોન્વેન્ટ સ્કુલમાં અભ્યાસ કરી ધોરણ ૧૦માં ૮૬ ટકા ઉચ્ચ ટકાવારી સાથે તેઓએ મુંબઈની સ્વામી વિવેકાનંદ જુનિયર કોલેજ માં ધોરણ ૧૧ અને ૧૨માં અભ્યાસ કર્યા બાદ નાનપણથી જ પોતાના મામા અને પોરબંદર ના જાણીતા એમ. ડી. (હાર્ટ) ના રમુજી અને સેવાભાવી ડોક્ટર નિતીન સીડા ની જેમ ડોકટર બનવાના સપના તરફ તેઓ આગળ વધ્યા અને મહારાષ્ટ્રની ટોપીવાલા નેશનલ મેડિકલ કોલેજ માં તેઓએ એમબીબીએસની ડિગ્રી મેળવી. જેમાં પણ એક લાખ વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે સી. ઈ.ટી ની પરીક્ષા આપી હતી. જેમાં ડોક્ટર ખ્યાતિ એ ૧૯૫ મો રેન્ક મેળવ્યો હતો. નવસારીની રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ થી પોતાની કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમના લગ્ન પોરબંદર ના આંખ ના નિષણાંત અને સેવાભાવી ડોક્ટર કાના ગરેજા સાથે થતા તેઓએ દાંપત્ય જીવન શરૂ કર્યું. મુંબઈ જેવા મેટ્રો સિટીમાં થી આવેલા ડોક્ટર ખ્યાતિ એ મોટા શહેરોમાં પોતાની હોસ્પિટલ શરૂ કરવાના બદલે તેમનું એક જ મિશન હતું કે ગ્રામ્ય વિસ્તાર અને નાના શહેરોના દર્દીઓને તેમની સેવાનો લાભ મળે એવા એક લક્ષ્ય સાથે તેમને ઉપલેટામાં કોટેજ હોસ્પિટલમાં પોતાની તેવા આપવાનું શરૂ કર્યું.અત્યાર સુધીમાં આંખ ની અલગ-અલગ ૬૫૦૦ જેટલી સર્જરી સફળતાપૂર્વક કરી ચુક્યા છે આ સર્જરી માંથી ઘણી સર્જરી જટિલ હોવા છતા પણ તેમની ચેલેન્જ લીધી હતી અને પોતાની કુનેહ અને આવડતથી તેમાં સફળતા મેળવી હતી.
ગુજરાત રાજ્ય ના અંધત્વ નિવારણ કાર્યક્રમ માં આ મહિલા તબીબ ની વિશિષ્ટ સિદ્ધિ રહી હતી. ગુજરાતમાં અંધત્વ નો દર ઘટાડવા ની આ ઝુંબેશ માં ડોક્ટર ખ્યાતિ કેશવાલાએ સખત પરિશ્રમ કર્યો છે અને ત્યારબાદ તેમના આ નોંધપાત્ર કામગીરી બદલ ગુજરાત સરકારે તેમને વિશિષ્ટ સન્માન પત્ર પણ આપ્યું છે. આ મહિલા તબીબે ઉપલેટા પંથકમાં ૧૨ હજારથી વધુ દર્દીઓની દ્રષ્ટિ ને વધુ મજબૂત બનાવી છે.અત્રે ઉલેખનીય છે કે ગુજરાતી મા કહેવત છે કે મોરના ઈંડા ચિતરવા ના પડે એ કહેવત ખરા અર્થમાં ખ્યાતિ કેશવાલા એ સાર્થક કરી છે. ડો. ખ્યાતિ કેશવાલા ના પિતા વેજાભાઇ કેશવાલા મુંબઈ ના જાણીતા ચાર્ટડ એકાઉન્ટ છે તેમજ માતા મધુબેને કેમેસ્ટ્રી મા એમ. એસસી., ભાઈ રામભાઈ પણ સી. એ., તેમજ બહેન નમ્રતા એ આઇ. આઇ. એમ. બેંગલોર મા એમ.બી.એ. જેવી ઉચ્ચ ડિગ્રી મેળવેલ છે.