ડેટા ઈઝ ધ કિંગ… વિદ્યાર્થી વર્ગ માટે ભવિષ્યની ઉજવણી તક એટલે ડેટા સાયન્સ
આજના ડિજિટલ યુગમાં વર્ક મેનેજમેન્ટ, બિઝનેશ મેનેજમેન્ટની જેમ ડેટા મેનેજમેન્ટ માટે પણ નિષ્ણાંતોની જરૂરિયાત
ડેટા ઈઝ ધ કિંગ… આજના 21મી સદીનાં ડીજીટલ યુગમાં વિવિધ ક્ષેત્રની હરિફાઈમાં ટકી રહેવા ‘ડેટા’ જ સર્વસ્વ છે.એમ કહી શકાય બિઝનેશ કે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં વિકાસ માટે ડેટાનું વર્ગીકરણ અને પૃથકરણ અનિવાર્ય બન્યું છે. આજની આ જરૂરિયાતને લઈ વિદ્યાર્થીવર્ગને માટે ભાવિ રોજગારીનો એક મોટો પટારો ખુલતો જઈ રહ્યો છે. આગામી સમય હવે, ‘ડેટા’ પર જ ચાલવાનો છે. અગાઉ મસલ પાવર અને મની પાવર ચાલતો હતો પરંતુ હવે, માઈન્ડ પાવર ચાલશે ‘માઈન્ડ થકી ડેટા એપ્લીકેશન’નવી ઉંચાઈઓ શરૂ કરાવશે આ તક હળવા વિદ્યાર્થી વર્ગ માટે ડેટાના વિવિધ કોષીસ એક નવું ચલણ ઉભુ કરી રહ્યા છે. નાના, મધ્યમકક્ષાના એન્ટરપ્રાઈઝથી માંડી મસમોટા ઔદ્યોગિક એકમોને જેમ નાના-મોટા કામ કરવા માટે, મેનેજમેન્ટ માટે કર્મચારીઓની આવશ્યકતા રહે છે. એમ હવે ડેટા એનાલીસીસ, ડેટા મેનેજમેન્ટ માટે પણ અલગથી જરૂરીયાત ઉભી થઈ રહી છે. આ ક્ષેત્રે વિદ્યાર્થી વર્ગ માટે ઉજળી તકો છે. મોટાભાગનાં કોમર્સનાં વિદ્યાર્થીઓ એમબીએ, એમસીએ, બીસીએ કરતા હોય, છે પરંતુ આ બધું છોડો ડેટા સાયન્સના કોર્ષ કરશો તો પણ ભવિષ્ય ઉજળુ બની જશો. કારણ કે આગામી સમયમાં હવે ‘ડેટા’ સાયન્સની માંગ ખૂબ વધશે. નીચે મુજબના કોર્ષ ડેટા સાયન્સ સાથે સંકળાયેલા છે.
- ડેટા સાયન્ટીસ્ટ
કોઈપણ બિઝનેશ એન્ટરપ્રાઈઝમાં આવતા પડકારો કે પ્રશ્ર્નોને સમજી તેને ડેટા થકી વિસ્તૃત બનવાથી અટકાવવાનું કામ ડેટા સાયન્ટીસ્ટનું હોય છે. ડેટાનું વર્ગીકરણ કરી બિઝનેશને આગળ ધપાવવાની પેટર્ન અને ટ્રેન્ડ સરળતાથી સમજી શકાય છે. આના આધારે બિઝનેશ માટેના સર્વશ્રેષ્ઠ નિર્ણય લેવાના હોય છે.
- ડેટા આર્કિટેક
ડેટા મેનેજમેન્ટનું કામ ડેટલા આર્કિટેકનું હોય છે. બિઝનેશ એન્ટરપ્રાઈઝના થતા ઝીણાથી ઝીણા કામનો ડેટા બેઝ તૈયાર કરવો. આ ડેટા આર્કિટેકે ડેટા એન્જીનીયર સાથે મળી કામ કરવાનું હોય છે.
- ડેટા એનાલીસ્ટ
કોઈપણ બીઝનેશ, એન્ટરપ્રાઈઝની ટુંકા કે લાંબા ગાળાની આવશ્યકતાઓ, માંગ પૂરી કરવા કે નફો કમાવવા ડેટાનું વર્ગીકરણ અને પૃથ્થકરણ ખૂબ જરૂરી છે. ડેટા એનાલીસ્ટે આ સમજી તમામ માહિતીનું એનાલીટ કરી ક્ષેત્ર સાથે સંબંધી શ્રેષ્ઠ નિર્ણયો કરવાના હોય છે. આ મહિને વર્ષે કે અઠવાડિયે આ પ્રકારે પ્રદર્શન રહ્યું છે. આગામી સમયમાં આમ કરવું જોઈએ કે જેનાથી વધુ સારૂ પ્રદર્શન થઈ શકે. આ નિર્ણય ડેટા એનાલીસીસથી જ થઈ શકે.
- ડેટા એન્જીનીયર
ડેટા એનાલીસ્ટની જેમ ડેટા એન્જીનીયરે માહિતીનું વર્ગીકરણ અને વિશ્ર્લેષણ કરવાનું હોય છે. આજની મોટભાગની કંપનીઓ ડેટામાં રોકાણ કરવા તરફ પ્રેરાઈ રહી છે. એમાં પણ ડેટા એન્જીનીયરની બેકિંગ સહિતના ફીનાન્સીઅલ સેકટર માયે ખૂબ જરૂરીયાત છે.
5.ડેટાબેઝ એડમીનીસ્ટ્રેટર
કોઈપણ ડેટાને મૂલવવા ખૂબ જરૂરી છે. કોઈપણ નાના કે મોટા નિર્ણયો લેતા પહેલા સમગ્ર માહિતી હોવી જરૂરી છે. ડેટાનું વિશ્ર્લેષણ કર્યા બાદ કયાં ડેટા કયા ઉપયોગી થશે?? કેવા ડેટા મેળવી કેવી રીતે કામ કરવું જોઈએ?? બીઝનેશ કે એન્ટરપ્રાઈઝના પ્રશ્ર્નો ડેટાબેઝથી હલ કેમ કરી શકાય?? આ બધુ ડેટા એડમીનીસ્ટ્રેટર એટલે કે ડેટા પ્રબંધકે કરવાનું રહે છે.
- એનાલીટીકસ મેનેજર
બીઝનેશ એન્ટરપ્રાઈઝના લક્ષ્યાંકોને હાંસલ કરવા એનાલીટીકસ કરવું અનિવાર્ય તો છે જ પણ આ સાથે સુચારૂ રૂપથી આયોજન સાથે આગળ ધપવું પણ જરૂરી છે. એન્ટરપ્રાઈઝની જરૂરિયાત, હેતુ, માહિતી કે કામના સ્ત્રોત, પ્રશ્ર્નો અને તેના નિરાકરણ, નફો-ખોટ, વગેરે તમામ પરિબળો પર એનાલીટીકસ મેનેજરે દેખરેખ રાખવાની હોય છે.