આર.ટી.ઇ. માં બીજા વિષયોની સાથે તેને ન સમાવી શકાય પણ સ્વાસ્થ્ય અને શારિરીક શિક્ષણનો ભાગ ગણી શકાય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભલે ‘આંતર રાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી અમલમાં લાવવામાં આવી હોય પરંતુ તેમની સરકાર દ્વારા સુપ્રિમ
કોર્ટને યોગ શિક્ષણને ફરજીયાત અમલમાં લાવી તેને મુળભુત અધિકાર ગણી શકાય નહીં તેમ જણાવવામાં આવ્યું હતું.
આ અંગે પ્રાપ્ત માહીતી મુજબ પીટીશ્નર એડવોકેટ જે.સી.શેઠ દ્વારા ૮ માર્ચે ૨૦૧૧ના રોજ સુપ્રિમ કોર્ટમાં કેન્દ્ર વતી યોગાને મફત અને ફરજીયાત શિક્ષણમાં સમાવવા માટે સેકશન ૭ (૬) અને ૮ (જી) અને (એચ) દ્વારા ૨૦૦૯ના મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાના કાયદા ૨૦૦૯ હેઠળ સમાવવા પીટીશન દાખલ કરી રાષ્ટીય સ્તરે અમલમાં લાવવા અપીલ કરી હતી. આ અંગે ર૧ એપ્રિલે સુપ્રિમ કોર્ટ દ્વારા એડીશ્નલ સોલીસીટર જનરલ મનીન્દરસિંઘને છ વર્ષથી પેન્ડીગ પ્રશ્ર્ન મામલે કેન્દને જવાબ આપવા જણાવાયું હતું.
શેઠ દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં કરેલી અપીલને રીજેકટ કરવામાં આવી હતી.
તેમણે કરેલી અરજી અન્વયે માનવ સંશાધન મંત્રાલય દ્વારા રાઇટટુ એજયુકેશનના કાયદા દ્વારા યોગાને શિક્ષણમાં ફરજીયાત બનાવી તેને મુળભુત અધિકાર ગણી શકાય નહી તેમ જણાવવામાં આવ્યું હતું.
યોગએ અભ્યાસ સિવાયનું શિક્ષણ છે તે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનો ભાગ છે. જેને ધોરણ ૧ થી ૧૦ માં ફરજીયાત શિક્ષણમાં સમાવાયો છે. યોગાને શાળા શિક્ષણમાંથી અવગણવામાં આવ્યો નથી. કેન્દ્રએ એ પણ ચોખવટ કરી હતી કે મોટા ભાગની કેન્દ્રશાશિત શાળાઓમાં ફરજીયાત સમાવવામાં આવ્યું છે. ત્યારે તે સ્વાસ્થ્ય અને શારિરીક શિક્ષણના હિસ્સા તરીકે સમાવાયું છે.
વિવિધ વિષયોની સાથે યોગાને ફરજીયાત શિક્ષણમાં સમાવવા માટે પ્રાથમીક શિક્ષણમાં વધારાના વિષયમાં પ્રાથમીક જાણકારી તરીકે જયારે ધોરણ ૬ બાદ જ તેની કસરતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે સી.બી.એસ.ઇ. શાળાઓને લાગુ પડે છે કે જે એન.સી.ઇ.આર.ટી. નો અભ્યાસક્રમ અનુસરે છે. સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણમાં ફરજીયાત અને ધો.૧૧ અને ૧રમાં વિકલ્પ તરીકે સમાવવા કેન્દ્રએ જણાવ્યું હતું.