શાળા તરફથી જ બાળકોને પાઠ્ય પુસ્તકના બે સેટ આપવામાં આવે છે, જેમાં એક સેટ ઘરે અને બીજો સેટ સ્કૂલે રાખવાનો રહે છે

કોરોના કાળના બે વર્ષ બાદ ફરી એક વખત શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગૂંજી રહી છે પરંતુ વિદ્યાર્થીઓએ ભણતર માટે પોતાની બેગનો જે ભાર ઉપાડવો પડે તેના કારણે તેઓને ખભાનો દુ:ખાવો રહેતો હોય છે. મીડિયાથી લઈને સોશિયલ મીડિયામાં ભાર વિનાના ભણતરની વાતો થાય છે. પણ આ કામ થયુ છે. રાજકોટના ધોરાજીમાં જ્યાં ધોરણ આઠથી 12ના વિદ્યાર્થીઓને ભાર વિનાનું ભણતર આપવામાં આવી રહ્યુ છે.

ધોરાજીમાં ભાર વગરનું ભણતર આપતી સરકારી નવી ભાગવતસિંહજી હાઇસ્કુલ ધોરાજીની માધ્યમિક અને ઉચ માધ્યમિક શાળા ભગવતસિંહ હાઈસ્કુલમાં ભાર વગરનું ભણતર આપવામાં આવે છે અને સરકારનો ભાર વગરના ભણતરનો જે સ્વપ્ન છે તે ભગવતસિંહ હાઈસ્કુલમાં પૂર્ણ થાય છે. અહીંયા ધોરણ 8થી 12 ના વિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર આપવામાં આવી રહ્યું છે.

ભણશે ગુજરાત અને ભાર વગરના ભણતર સાથે ભણશે ગુજરાતનું રાજ્ય સરકારનું સ્વપ્ન છે. જે સ્વપ્ન ધોરાજીની ભગવતસિંહજી હાઈસ્કુલમાં પૂર્ણ થાય છે. અહીંયા ધોરણ 8થી 12માં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર આપવામાં આવે છે. અહી અભ્યાસ માટે આવતા બાળકોને શાળા તરફથી પાઠ્ય પુસ્તકના બે સેટ આપવામાં આવે છે. જેમાં પાઠ્યપુસ્તકનું એક સેટ સ્કૂલમાં રાખવાનું રહે છે અને એક સેટ બાળકોને ઘરે રાખવાનું રહે છે. જેથી બાળકોને પાઠ્યપુસ્તકનું ભાર ઊંચકી અને શાળાએ જવાની નોબતમાંથી છુટકારો મળ્યો છે અને બાળકો પણ આ બાબત થી ખુશ છે.

અહીના બાળકોનું કહેવું છે કે અહી ધોરણ 8થી 12 સુધી અભ્યાસ કરાવવામાં આવે છે અને સાથે સાત 11 અને 12 સાયન્સના પણ વર્ગ ચાલે છે. જેમાં પણ બાળકોને નિશુલ્ક ભણાવવામાં આવે છે. અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારનું આભાર વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે ખાનગી શાળામાં જે અભ્યાસ લાખો રૂપિયા આપીને મળે છે તે જ અભ્યાસ અહીંયા ની શુલ્ક મળી રહે છે. ખાસ કરીને પાઠ્ય પુસ્તકનો ભાર ઉપાડવામાંથી વિદ્યાર્થીઓને મુક્તિ મળી છે.

હાલ અભ્યાસમાં પાઠ્યપુસ્તકો વધી ગયા છે અને પાઠ્યપુસ્તકોનું ભાર પણ ખુબજ વધુ હોઈ છે જેને કારણે બાળકો શાળાએ પાઠ્યપુસ્તક ઊંચકીને લાવે અને શાળાએથી પરત ફરે ત્યારે વિદ્યાર્થીઓ થાકી જતા હોઈ છે. જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઓછું ધ્યાન આપી શકે છે જેને ધ્યાનમાં રાખીને બાળકોને બે સેટ પાઠ્યપુસ્તક આપવામાં આવે છે એક સેટ શાળાએ રાખવાનું રહે છે ત્યારે બીજો સેટ ઘરે રાખવાનો રહે છે. આમ વિદ્યાર્થીઓ પર સ્કૂલ બેગનું ભરણ ઉચકવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.