સ્ત્રી અને પુરુષોના શારીરિક બનાવટમાં ખૂબ જ તફાવત હોય છે બનેની જીવનશૈલી , કપડાં, વગેરે અલગ હોય છે પરંતુ તમે સ્ત્રીના કપડાં પર ક્યારેપણ નોંધ્યું છે કે તેમના કપડાંમાં પુરુષોની જેમ તેમના શર્ટ તેમજ ટી શર્ટમાં પોકેટ કેમ નથી હોતા?
તમે ક્યારેય ધ્યાન આપ્યું કે મોટાભાગની છોકરીઓના કપડા અથવા શર્ટ્સમાં તમને પોકેટ જોવા મડશે નહિ. જયારે, આનું કારણ જાણવામાં આવ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આ એક પરંપરા અને માનસિકતા સંબંધિત બાબત છે.
પહેલાના સમયમાં એવું માનવામાં આવતું હતું કે જો પુરુષોની જેમ સ્ત્રીને પણ પોકેટ કપડાંમાં કઈક રાખશે. અને તેના કારણે જરૂરને જરૂર તેના શરીરનો આકાર બગડવાની શક્યતા રહી શકે છે. એટલામાટે તેના કપડાંમાં પોકેટ રાખવામાં ના આવતું.
ખૂબ આશ્ચર્યજનક વાત છે કે એ સમયે મહિલાઑ ને માત્ર સુંદર દેખાવના દ્રષ્ટિકોણથી જ જોવામાં આવતી. જો કે, આ વિચારધારામાં ઘણા ફેરફારો થયા છે.