ભારત એક એવો દેશ છે જ્યાં દરેક જાતિના લોકો વસે છે. ભારતની ખાસિયત અને મહાનતા જે અહીંના બધા ધર્મો અને જ્ઞાતિના લોકોને એક સમાન દરજ્જો આપે છે. બધા લોકોનું રહેન-સહેન તેમજ પણ અલગ છે. ઉપરાંત દરેક ધર્મમાં અલગ-અલગ રીત-રીવાજો હોય છે. જેમાં મુખ્યત્વે પંજાબી દુલ્હનોમાં ચુડા (બંગડી) પહેરવુ ખૂબ જરૂરી હોય છે. તેને લગતી એક રસ્મ પણ હોય છે. પરંતુ આજકાલ લગ્નમાં સારા ગેટઅપ માટે દુલ્હન ચુડા (બંગડી) પહેલી લેતી હોય છે. પરંતુ પંજાબીઓમાં ચુડા (બંગડી) પહેરવુ ઘણુ શુભ માનવામાં આવે છે.
કેવી રીતે હોય છે. બંગડીની રસ્મ
પંજાબી કલ્ચરમાં ચુડા સેરેમની નામની એક રસમ હોય છે. ચુડા સેરેમની લગ્નના દિવસે સવારે દુલ્હનના ઘર પર રાખવામાં આવે છે. અને આ રસમમાં દુલ્હનના મામા દુલ્હન માટે ચુડા (બંગડી) લાવે છે. જેમાં લાલ અને સફેદ રંગની ૨૧ બંગડીઓ હોય છે. દુલ્હન આ બંગડીને ત્યાં સુધી જોઇ શકતી નથી જ્યાં સુધી તે તૈયાર થઇને મંડપમાં દુલ્હાની સાથે બેસીના જાય. અને તેના પછી તેને ચુડી (બંગડી) પહેરવામાં આવે છે. અને ચુડીને લગ્નના ૧ વર્ષ સુધી પરેરવવુ જ‚રી હોય છે. પરંતુ આજકાલ મોર્ડન યુવતીઓ ૪૦ દિવસોમાં ઉતારી લેતી હોય છે. ચુડાનું મહત્વ લગ્ન જીવન માટે ચુડાને લગ્નની રાત પહેલા દૂધમાં ભિંજાવી રાખવામાં આવે છે. ઘરના વડિલો દ્વારા ચુડાના રૂપમાં દુલ્હનને સદા સુહાગન અને શુભ રહેવાનો આર્શિવાદ આપવામાં આવે છે.