દરેક પતિ પત્ની એવું ઈચ્છે છે કે તેના જીવનમાં પણ કોઈ એવું આવે કે જે તેમને માતા પિતા કહીને બોલાવે. માતા પિતાના જીવનમાં બાળકના આવાથી બે ગણી ખુશી આવે છે બાળકો વિના મા બાપ નું જીવન પણ નકામું ગણાય છે બાળક નાનું હોય કે મોટું પરંતુ માતા પિતા માટે હમેશા માટે તેમનું બાળક નાનું જ રહે છે કેટલાક માતા પિતાને એક સંતાન હોય છે કેટલાક ને બે અને કેટલીક સ્ત્રીઓ જોડિયા બાળકોને જન્મ આપે છે.
તમે કોઈ દિવસ વિચાર્યું છે કે એવું કયું કારણ છે કે સ્ત્રી જોડિયા બાળકને જન્મ આપે છે…? નહીં ને…! તો ચાલો આજે અમે તમને જણાવીશું કયા કારણોસર સ્ત્રી જોડિયા બાળકને જન્મ આપે છે.
સ્ત્રીની ઉમર તેના કારણોમાથી એક કારણ છે જેમ જેમ સ્ત્રીનું આયુષ્ય વધતું જાય તેમ તેમ ગર્ભધારણ કરવું મુશ્કેલ બને છે. ફોલીલ સ્ટિમ્યુલેટિંગ હાર્મોનના નિર્માણમાં ઘટાડો થાય છે. આ હાર્મોન ઓરીજને ઓવલલેશનને રીલીઝ કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે આ પ્રક્રિયામાં હાર્મોનની સંખ્યા વધવા લાગે છે, માટે જોડિયા બાળક ગર્ભભાવના ચાન્સ વધવા લાગે છે.
એ અગત્યનું નથી કે પ્રથમ વખત જો જોડિયા બાળકો થયા હોય તો ફરીથી તે જ થાય .