શહેરના ઘોંઘાટ વાળા વાતાવરણથી દૂર લોંગ ડ્રાઇવ પર જવું અથવા તો પિકનિક પર જવાની એક અલગ જ મજા છે. તમે બાઇક પર હોય કે કારમાં અને ગર્લફ્રેન્ડ સાથે હોય કે પછી પરિવાર સાથે આ સફર હંમેશા યાદગાર રહે છે. આમ તો તમે ક્યારેય ધ્યાન નહીં આપ્યું હોય કે હાઇવે પર ચાલતા સમયે ત્યાં દેખાતા માઇલસ્ટોનના રંગો બદલાતા રહેતા હોય છે. તો આવો અમે તમને જણાવીએ એ અલગ અલગ રંગના પથ્થરો શું સૂચવે છે.
c
રોડ પર મુસાફરી કરતાં સમયે ઘણીવાર તમને પીળા રંગનો માઇલસ્ટોન દેખાય છે. જેના ઉપરના ભાગમાં પીળો રંગ કરેલો હોય છે, તો તેનો મતલબ એ છે કે તમે કોઈ નેશનલ હાઇવે પર ચાલી રહ્યા છો. પીળા રંગના માઇલસ્ટોન ફક્ત નેશનલ હાઇવે પર જ લગાવવામાં આવે છે.
લીલા રંગના માઇલસ્ટોન :
રોડ પર જ્યારે તમને લીલા રંગની પટ્ટી વાળા માઇલસ્ટોન દેખાય તો જાણી લો કે તમે સ્ટેટ હાઇવે પર છો. દેશના કોઈપણ રાજ્ય દ્વારા બનાવવામાં આવેલા રોડ પર લીલા રંગની પટ્ટી કરેલી હોય છે અને આ સડકો પૂરી રીતે રાજ્ય સરકારના કંટ્રોલમાં હોય છે તથા તેની સરસંભાળ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.
કાળા અથવા ભૂરા રંગના માઇલસ્ટોન :
મુસાફરી દરમ્યાન તમને સડક પર કાળી પટ્ટીવાળા માઇલસ્ટોન દેખાય તો સમજી જાઓ કે તમે કોઈ મોટા શહેર કે જિલ્લા તરફ આગળ વધી રહ્યા છો. સાથે એ રોડ આવનારા જિલ્લાના નિયંત્રણમાં આવે છે. એ રસ્તાની સરસંભાળ પણ શહેરના પ્રશાસન દ્વારા કરવામાં આવે છે. ઘણી જગ્યાએ શહેરીની સીમામાં આવનારી સડકો પર ફક્ત સફેદ રંગના જ માઇલસ્ટોન લગાડેલા હોય છે.
નારંગી રંગના માઇલસ્ટોન :
દેશભરમાં ગ્રામીણ વિસ્તારમાં નીકળતા સમયે સડક પર તમને નારંગી રંગના પટ્ટીવાળા માઇલસ્ટોન જોવા મળશે. તેને જોઈને તમે આસાનીથી જાણી શકશો કે આ સડક પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવવામાં આવેલી છે.