આજે એક એવી રહસ્યમય ગુફાની વાત કહીશ જેમાં ગયેલ વ્યક્તિ આજ દિન સુધી પાછી ફરી નથી. તેમજ આ અંગેનું રહસ્ય આજ દિવસ સુધી જાણી શકાયુ નથી.
જી. હા અમે વાત કરી રહ્યા છીએ પૃથ્વી પરના વર્ગ તરીકે ઓળખાતા જમ્મુ-કાશ્મીરમાં આવેલ શિવ ખોડી ગુફાની….
આ રહસ્યમયી ગુફા અંદાજે ૧૫૦ મીટર લાંબી છે. અને આ ગુફાની અંદર તરફ જતા તે બે ભાગમાં વહેંચાઇ જાય છે. એક ભાગમાં ભગવાન શિવનું કુદરતી શિવલિંગ છે અને શિવલિંગની બરાબર ઉપર ગુફાની છત પર ગાય જેવા આકારની આકૃતિ બની છે. તેના પર સતત દુધિયા રંગનો તરલ પદાર્થ શિવલિંગ પર પડતો રહે છે.
– ધાર્મિક આસ્થા મુજબ આ ગુફામાં આજે પણ ભગવાન શિવનો વાસ છે. તેમજ આ ગુફા અમરનાથ યાત્રાના માર્ગમાં આવે છે જ્યાં શ્રધ્ધાળુ અને તીર્થયાત્રીઓ દર્શન કરે છે. પરંતુ આ ગુફાનો બીજો ભાગ બંધ કરી દેવાયો છે.શ્રધ્ધાળુઓનું માનવું એ છે કે બીજો ભાગ એટલા માટે બંધ કરી દેવાયો છે કારણકે ત્યા જનાર કોઇ વ્યક્તિ ક્યારેય પાછી નથી આવતી માન્યતા પ્રમાણે ગુફાના બંધ પડેલા હિસ્સા તરફ જે જાય છે. તે શિવધામને પ્રાપ્ત થઇ જાય છે.
આ ગુફા એકદમ અંધારી છે તેની પહોળાઇ ૧ મીટર છે. તેમજ આ ગુફાનો બંધ કરાયેલો ભાગ બાબા અમરનાથની ગુફામાં જઇને ખૂલે છે.