આમ તો, ગુજરાતના શહેરો ઘણાં બધા લોકપ્રિય સ્થળોની હારમાળા છે. ખાસ તો અમદાવાદ શહેર ખૂબ જ મસ્તીભર્યુ શહેર ખાણીપીણીની દ્રષ્ટિએ ગણો કે ફરવાની દ્રષ્ટિએ અમદાવાદની વાત જ ન થાય !! અહીં ના માણસો હંમેશા રંગ મિજાજ જેવા મુડમાં ફરતા જોવા મળે છે. મસ્તી ભર્યા અમદાવાદની એક નવી વાત જાણીએ. તો ચાલો કરીએ થોડી માહિતિસભર સફર……
કાંકરીયા પ્રાણી સંગ્રહાલય અમદાવાદની પ્રખ્યાત જગ્યા છે. આ પ્રાણી સંગ્રહાલયમાં રહેલું પેલિકનનું એક બચ્ચું કુમાં કામ કરતાં કર્મચારીઓ માટે ખાસ બની ગયું છે. ત્યાંના કર્મચારીઓએ તે બેબી પેલિકનન ‘ગોલ્ડન જ્યુબિલી પેલિકન’ તરીકે નામ આપ્યું છે.
આખા કાંકરીયા સંગ્રહાલયમાં ૧૯૦૦ જેટલાં પશુપંખીઓની દેખરેખ હેઠળ જટીન કરવામાં આવે છે. તેમાં આ એક બચ્ચું પણ સામેલ છે.
સાલ ૧૯૯૬ની સાલથી પેલિકનનું ‘કેપિવ બ્રિડિંગ’ શરુ કરવામાં આવ્યું ત્યારથી કાંકરીયા પ્રાણી સંગ્રહાલયમાં પેલિકનની વસ્તીમાં નોંધપાત્ર અસર આવી.
તાજેતરના સમયમાં જ બે રોઝી પેલિકનનો જન્મ થયો છે, જેથી અમદાવાદની કાંકરીયા પ્રાણી સંગ્રહાલયને ‘ગોલ્ડન જ્યુબિલિ બેબી’ જેવોનો ખિતાબ નામી પેલિકનને હિસાબે મળ્યો.
મુલાકાતીઓનાં પ્રિય સ્થળ અને બાળકોનાં લોહચુંબકીય ફરવા લાયક સ્થળ કાંકરીયા નામચીન બન્યું.
અમદાવાદની જનતાને બેબી પેલિકન આકર્ષિત કેન્દ્ર થઇ ગયું. વન્ય પ્રાણીની સંખ્યાનો આંકડો આવી સારી જતનની પ્રવૃતિથી જળવાય રહે છે. એ વાત સાબિત પૂરવાર છે.