અખબારમાં ખુદની જ શ્રદ્વાંજલી વાંચવાની તમે કલ્પના કરી શકો છો? લોકો શું કહેશે? આલ્ફ્રેડ નોબલને પોતાની મૃત્યુ નોટિસ વાંચવાની તક મળી અને તેણે જે જોયુ તે તેને ગમ્યું નહિ.

– આલ્ફ્રેડ નોબેલ ખુબ જ ઘનિક તેમજ સફળ માણસ હતો. તેઓ રાસાયણિકશાસ્ત્રમાં નિષ્ણાંત બન્યા હતા. અને દુનિયામાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ત્રણ મોટા વિસ્ફોટકો-ડાઇનેમાઇટ, જીલીગ્નાઇટ અને બાલીસ્ટાઇટ કે જે આજે પણ રોકેટ છોડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેની શોધ કરી હતી.

– નોબેલ બોફોર્સ નામની એક એન્જિનિયરીંગ કંપની ખરીદી અને તે શસ્ત્રના ઉત્પાદક બન્યા. તેમણે તોપો અને ગનની ડિઝાઇન બનાવ્યા.

– ત્યારબાદ ૧૮૮૮માં તેના ભાઇનું ફ્રાન્સની મુલાકાત વખતે નિધન થયું જેમાં એક ફ્રેન્ચ અખબારે આલ્ફ્રેડ મૃત્યુ પામ્યા તેમ માનીને ખબર છાપી જેથી શરુઆત આ રીતે કરી :

‘ મોતના સોદાગરાનું મોત’

– ડો. આલ્ફ્રેડ નોબેલ જે પહેલા કરતા વધુ લોકોને વધુ ઝડપથી મારી નાખવાની રીતો શોધીને સમુધ્ધ બન્યા હતા તે ગઇકાલે મૃત્યુ પામ્યા.

– આલ્ફ્રેડ નોબલને આઘાત લાગ્યો શુ લોકો તેને માટે આમ વિચારતા હતા?

શુ તે આ દુનિયામાં આવી છાપ છોડીને જશે? ત્યારે તેમણે પોતાની બધી સંપતિનો ઉપયોગ હકારાત્મક પ્રવૃતિમાં લેવાનો નિર્ણય કરાયો

– નોબેલે ૨૫૦ મિલિયન ડોલર ભંડોળના એક ફાઉન્ડેશનની સ્થાપના કરી. તેમજ આ ફાઉન્ડેશન મહાન યોગદાન કરનાર વ્યક્તિઓને ઇનામ આપશે. આ ઇનામો વિજ્ઞાન, સાહિત્ય અને શાંતિના પ્રોત્સાહન માટેના ઇનામ હતો.

– અને આજે નોબેલ પારિતોષિક વિશ્ર્વના સૌથી જાણીતા અને ૫્રતિષ્ઠિત પુરસ્કારોમાંનુ એક છે. જે મહાન લેખકો, વૈજ્ઞાનિકો ઉત્કૃષ્ટ કાર્યો કરનાર માટે એનાયત કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.