જીસેટ-6A છેલ્લા 48 કલાકથી સં૫ર્કક્ષેત્રની બહાર
ઈસરો દ્વારા અવકાશમાં સ્થાપિત કરવામાં આવેલા જીસેટ-6એમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુરૂવારે ઈસરો દ્વારા જીસેટ-6એ ઉપગ્રહને લોન્ચ કરવામા આવ્યો હતો. ઈસરોને છેલ્લા 48 કલાક બાદ ઉપગ્રહ અંગે કોઈ જાણકારી મળી નથી. જેથી એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઉપગ્રહમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ છે. ઉપગ્રહનું અંતિમ બુલેટિન 30મી માર્ચે સવારે 9.22 વાગ્યે મળ્યુ હતુ. જે બાદ ઉપગ્રહ અંગે કોઈ માહિતી ઈસરોને મળી નથી.
ત્યારે ઈસરોનો વિજ્ઞાનિકો ટેક્નિકલ ખામીને દુર કરવા પ્રયાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉપગ્રહના પાવર સિસ્ટમમાં ખામી સર્જાઈ છે. ત્યારે આ મામલે ઈસરોના કોઈપણ અધિકારી બોલવા તૈયાર નથી. મહત્વનું છે કે, જીસેટ-6એ એક કોમ્યુનિકેશન ઉપગ્રહ છે. આ ઉપગ્રહને રૂપિયા 270 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય ઉપયોગ ભારતીય સેના માટે કરવામાં આવશે.
જો કે, ઈસરોએ આ સેટેલાઈટ સાથે સંપર્ક સાધવાની કોશિશ કરી રહ્યુ છે.
શ્રી હરીકોટા ખાતેથી પોતાની વેબસાઈટમાં ઈસરોએ આ વાત જણાવી હતી.