દિવાળીનું નાનું એવું મિનિ વેકેશન પૂર્ણ થવાની સાથે જ લાભપાંચમ નો દિવસ આવે છે જેને કારતક સુદ પાંચમ પણ કહેવાય છે. અથવા તો લાભ પાંચમ પણ કહેવાય છે. ફરીએક વાર આજથી બજારમાં રોનક જોવા મળશે. આજના દિવસે બધા વેપારી પોતાનો ઘંધો ફરી એક વાર શરૂ કરશે કારણકે આજ નો દિવસ ખૂબ જ શુભ માનવમાં આવે છે. ઘર અથવા વ્યવસાયના સ્થળ પર ઉંમરાનું પૂજન કરે છે. તેના પર ‘શુભ’, ‘લાભ’ જેવા શબ્દો લખીને ‘સ્વસ્તિક’ (સાથિયા)નું ચિહ્ન કરાય છે. નવા વર્ષના હિસાબના ચોપડામાં શ્રી૧। લખીને સવાઈ લક્ષ્મી મેળવવાનો જાણે સંકલ્પ કરાય છે.
આજના દિવસે દિવાળીથી બંધ કરેલ વ્યવસાયનો શુભારંભ કરવામાં આવે છે. પોતાના ધંધાની બરકત માટે માતા લક્ષ્મીને પૂજે છે. લાભપાંચમને શ્રીપંચમી તરીકે પણ કહેવામા આવે છે. ભૌતિક ઉન્નતિની સાથોસાથ સવિશેષ રીતે આધ્યાત્મિક પ્રગતિની સાથે માટેનો પણ આ શુભ દિવસ કહેવાય છે.આજના દિવસે લોકો ચોપડાની સાથે માતા લક્ષ્મી તેમજ ગણેશ બંનેની પૂજા કરે છે.
આ દિવસે સાંજે સ્નાન કરીને સફેદ વસ્ત્ર ધારણ કરો અને પૂર્વ દિશા તરફ મોઢી કરીને બેસો. સામે લાકડીના પાટલા પર સફેદ કપડું પાથરો અને તેના પર ચોખા દ્વારા આંકડાના ગણપતિની સ્થાપના કરો. ગણપતિને કંકુ ચોખા અને વસ્ત્ર(સૂત) ચઢાવી પૂજા કરો અને ધૂપ દીપ કરો. ગણપતિને સિંદૂર ચઢાવો. ત્યારબાદ મૂંગાની માળાથી નીચે બતાવેલ મંત્રની પાંચ માળાનો જાપ કરો.