- – અંગદાન વિશે જાણો કે કઇ ઉંમરમાં મૃત્યુ થવા પર તમે કયા અંગનું દાન કરી શકો છો
ઓર્ગન ડોનેશન કે અંગદાન એક પ્રકારનું જીવન દાન છે, જ્યાં કોઈ વ્યક્તિ પોતાના મૃત્યુ પછી તેના શરીરને અંગોને દાન કરીને કોઈનું જીવન બચાવી શકે છે. ભારતમાં અંગદાનની પ્રથા ઘણી ઓછી છે. ઓર્ગન ડોનેશન ઈન્ડિયાના ડેટા અનુસાર, દર વર્ષે 500,000 લોકોને અંગ ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે
આપણી વચ્ચે કેટલાક એવા લોકો છે જેઓ જીવનના અંત પછી તેમના શરીરના અંગોને દાન કરવા માંગે છે. તાજેતરના વર્ષોમાં, દેશમાં એક હજારથી વધુ લોકો છે જેમણે મૃત્યુ પછી તેમના અંગોનું દાન કર્યું છે. તેમજ BCCIના અધ્યક્ષ જય શાહે પણ આવતીકાલે અમદાવાદમાં યોજાવા જઈ રહેલી મેચ દરમિયાન અંગદાનને પ્રોત્સાહન આપવા પર ભાર મુક્યો છે.
ઓર્ગન ડોનેશન કે અંગદાન એક પ્રકારનું જીવન દાન છે, જ્યાં કોઈ વ્યક્તિ પોતાના મૃત્યુ પછી તેના શરીરને અંગોને દાન કરીને કોઈનું જીવન બચાવી શકે છે. ભારતમાં અંગદાનની પ્રથા ઘણી ઓછી છે. ઓર્ગન ડોનેશન ઈન્ડિયાના ડેટા અનુસાર, દર વર્ષે 500,000 લોકોને અંગ ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે, જ્યારે માત્ર 52,000 અંગો જ ઉપલબ્ધ છે. દર વર્ષે 200,000 કોર્નિયા દાનની જરૂર છે, જેથી અંધ લોકોના જીવનમાં પ્રકાશ આવી શકે. પરંતુ ત્યાં માત્ર 50,000 જ ઉપલબ્ધ છે. મતલબ કે દર 4માંથી 3 વ્યક્તિ તેમની આંખોની રોશની માટે દાનની રાહ જોઈ રહ્યા છે. ચાલો આ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ પાસાઓ વિશે વાત કરીએ.
જો તમે પણ અંગદાન કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા ચાલો જાણીએ કયા કયા અંગોને ડોનેટ કરી શકાય છે તમને જણાવી દઈએ કે હૃદય મૃત્યુના 4 થી 6 કલાકની અંદર ડોનેટ કરી શકાય છે, કિડની મૃત્યુના 30 કલાકની અંદર, આંતરડા – 6 કલાકની અંદર અને સ્વાદુપિંડ – 6 કલાકની અંદર ડોનેટ કરી શકાય છે
હવે અંગદાન કેવી રીતે કરી શકાય તેના માટે શું પ્રોસેસ છે તે જણાવી દઈએ તો જો તમે અંગોનું દાન કરવા માંગો છો, તો પહેલા સત્તાવાર વેબસાઇટ પર જાઓ આ સિવાય તમે તે વેબસાઈટ વિશે નથી જાણતા તો Natto organ donation એક ટ્રસ્ટ વધી વેબસાઈટ છે.
આ વેબસાઈટ પર જઈ ડોનર ફોર્મ ભરો. આ ફોર્મ એકદમ ફ્રી હશે અહીં તમારે પહેલા તમારો આધારકાર્ડ નંબર દાખલ કરવો પડશે, પછી ફોર્મ ભરવાનું રહેશે. આ સાથે જરુરી નામ અને નંબર તેમજ આઈડી પણ આપવાનું રહેશે.
જો તમે કોઈ હોસ્પિટ કે સંસ્થા દ્વારા કાગળ પર ફોર્મ ભરો છો તો તમને તે ફોર્મની સાથે બે સાક્ષીઓના નામ અને નંબર પણ સામેલ કરવા જણાવશે. જેમાંથી એક તમારી નજીકનો હોવો જોઈએ. ફોર્મ ભર્યા પછી, તમને એક ડોનર કાર્ડ આપવામાં આવે છે, તમારા પરિવાર અને નજીકના લોકોને તમારા દાતા હોવા વિશે જાણ કરવી જોઈએ, તો જ તેઓ કોઈપણ કટોકટીની સ્થિતિમાં તમારો વિચાર કરી શકશે. જો તમે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવ્યું ન હોય અને તેમ છતાં તમે અંગદાન કરવા માંગતા હો, તો પરિવારની સ્વતંત્ર ઇચ્છાથી કોઈપણ અંગ ટ્રાન્સપ્લાન્ટ સંસ્થાને શરીરનું દાન કરી શકાય છે. જેના માટે એક પેકેટ ફોર્મ ભરવાનું રહેશે.
કોર્નિયા અથવા આંખોનું દાન :
– આપણા દેશમાં જો અંગદાનને લઇને સૌથી વધારે જે વિશેની જાગરૂકતા લોકોમાં છે તો તે છે આંખોનું દાન. જે લોકો જીવતા પોતાની આંખોના દાન સંબંધિત ફૉર્મ ભરે છે તેમની આંખો તેમના મૃત્યુ બાદ બીજા કોઇને લગાવી દેવામાં આવે છે.
– આંખોના દાન સંબંધિત સૌથી મહત્ત્વ વાત એ છે કે જો કોઇ વ્યક્તિનું મૃત્યુ 100 વર્ષની ઉંમરે થાય છે તો પણ તેમની આંખો કોઇ અન્ય વ્યક્તિને દાન કરી શકાય છે જ્યારે અન્ય કોઇ અંગ સાથે આ ઉંમરે દાન કરવું શક્ય નથી બનતું.
હૃદય અને ફેફસાંનું દાન
– કોઇ વ્યક્તિ જો પોતાનું હાર્ટ અને લંગ્સ દાન કરવા ઇચ્છે છે તો તે વ્યક્તિ 50 વર્ષની ઉંમર થયા પહેલા અંગદાન કરવા વિશેની માહિતી આપતું ફોર્મ ભરી શકે છે. કારણ કે 50 વર્ષની નાની ઉંમરના વ્યક્તિનું જ હાર્ટ અને લંગ્સ ડૉક્ટર કોઇ બીજા વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકે છે.
લિવર ડોનેશન સાથે સંકળાયેલી બાબત
– કોઇ વ્યક્તિ પોતાની કિડની અને યકૃત અથવા તો લિવર દાન કરવા માંગે છે તો તેનું લિવર તેના મૃત્યુ બાદ કોઇ અન્ય વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. એક વ્યક્તિની કિડની બીજી વ્યક્તિમાં લગાવતા પહેલાં ડૉક્ટર્સ તે બાબતનું ધ્યાન રાખે છે કે મૃત્યુ પામનાર વ્યક્તિની ઉંમર 70 વર્ષથી વધુ ન હોવી જોઇએ. જો કિડની ડોનરની ઉંમર 70 વર્ષથી વધારે હોય તો ડૉક્ટર્સ તે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટમાં ઉપયોગ કરવાનું ટાળે છે.
હાડકાંનું દાન
આ એક એવું અંગદાન છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. પરંતુ આ સત્ય છે કે હાડકાંનું પણ દાન કરી શકાય છે. જો કોઇ વ્યક્તિનું મૃત્યુ 70 વર્ષ પહેલા થઇ જાય છે તો તેના શરીરના હાડકાંથી બીજા વ્યક્તિની સારવાર કરી શકાય છે.