સ્વાતંત્ર્યદિન, પ્રજાસત્તાકદિન તથા ગાંધી જયંતિએ આપણા રાષ્ટ્રીય તહેવારો છે. દેશના બધા જ લોકો આ તહેવારો ગૌરવપૂર્વક ઉજવે છે પરતું આપણને કયો તહેવાર શેના માટે ઉજવાય છે તેની પુરેપુરી માહિતી હોતી નથી, માટે આ માહિતીને પ્રાપ્ત કરીયે.
૧. સ્વાતંત્ર્યદિન :
આપણે ત્યાં પહેલા રાજાશાહી હતી અને પછી ભારત અંગ્રેજોની ગુલામીમાં સપડાય ગયો હતો. ઇ.સ.૧૯૪૭ પહેલાં આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. ભારતને આઝાદી માટે બહુજ લાંબો સમય સધર્ષ કર્યો.
અનેક ક્રાંતિકારી અને આદોલનનાનેતાઓ જોડાયા મહાત્મા ગાંધીના નેતૃત્વ નીચે અનેક આંદોલનોને અંતે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે આપણો દેશ આઝાદ થયો. ત્યારથી દર વર્ષે ૧૫ ઓગસ્ટનો દિવસ સમગ્ર દેશમાં ‘સ્વાતંત્ર્યદિન’ તરીકે ધામધૂમથી ઉજવાય છે ઠેર-ઠેર ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે.
દિલ્લીમાં આપણા દેશના વડા પ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધે છે. રેડિયો અને ટીવી પર દેશભક્તિના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે દેશના વીર સ્વતંત્ર સેનાનીને યાદ કરાય છે અને તેઓએ આપેલી શહિદી અને દેશની આઝાદી માટેના બલિદાનમાં વિવિધ કાર્યક્રમો ચેનલોમાં રજુ કરાય છે. આ દિવસે શાળાઓ અને સરકારી કચેરીમાં ધ્વજવંદન કરવામાં આવે છે
૨. પ્રજાસત્તાકદિન :
પ્રજાસત્તાકદિન એટલે પ્રજાના હાથમાં સાશન આપવા આવ્યું તે દિવસ એટલે, ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ સ્વતંત્ર ભારત દેશની બંધારણસભાએ મંજૂર કરેલ બંધારણ અમલમાં આવ્યું. આ દિવસથી ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. ત્યારથી દર વર્ષે ૨૬ જાન્યુઆરીનો દિવસ સમગ્ર દેશમાં “પ્રજાસત્તાકદિન તરીકે ઉજવાય છે.
આ દિવસે શાળાઓ અને સરકારી કચેરીમાં ધ્વજવંદન કરવામાં આવે છે. દિલ્લીમાં લશ્કરી વાહનો સાથે લશ્કરની ત્રણેય પાંખોની પરેડ યોજાય છે. આપણા દેશના રાષ્ટ્રપતિ તેની સલામી ઝીલે છે. રેડિયો અને ટીવી પર દેશભક્તિનાં ગીતો અને કાર્યક્રમો રજૂ થાય છે. સાંજે સરકારી મકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે દેશમાં બધેજ પ્રજાના હાથમાં શાશન આવ્યું તેનું ઉજવણી કરાય છે.
દર વર્ષે આ દિવસે અન્ય દેશ અથવા દેશો માંથી વ્યક્તિઓને બોલવાય છે અને તેમને આખી પરેડ દેખાડી અને દેશની ઝાંખી આપી ભારતની નીતિ અને શક્તિની અનુભૂતિ કરાવાય છે.
૩. ગાંધી જયંતિ :
આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં ૨ ઓક્ટોબરના દિવસે થયો હતો. દર વર્ષે આ દિવસ ‘ગાંધી જયંતિ’ તરીકે ઉજવાય છે. સત્ય અને અહિંસાના મહાન પૂજારી એવા ગાંધીજીના સત્યાગ્રહોને પરિણામે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આપણો દેશ અંગ્રેજોની લગભગ ૨૦૦ વર્ષની ગુલામીમાંથી આઝાદ થયો. ગાંધીજીએ દુનિયાના એકમાત્ર વ્યક્તિ છે કે જેઓએ અહિંસાના માર્ગેથી કોઈ દેશને આઝાદી અપાવી હોય, વિશ્વમાં ૨ ઓક્ટોબરએ વિશ્વ અહીસાંદિવસ તરીકે ઉજવાય છે.
આ ગાંધી જયંતિના દિવસે ઠેર-ઠેર પ્રાર્થનાસભાઓ યોજાઇ છે. ગાંધીજીના જીવનના પ્રેરક પ્રસંગોને યાદ કરવામાં આવે છે. ઘણાં સ્થળોએ કાંતણ અને સફાઇના કાર્યક્રમો પણ રાખવામાં આવે છે.
દિલ્લીમાં રાજઘાટ પર ગાંધીજીની સમાધિ છે. આ દિવસે આપણા અગ્રણી દેશનેતાઓ જેવા કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને દેશનાં બંધારણના હોદા ધરાવતા ગાંધીજીની સમાધિ પર ફૂલો ચડાવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com