શું તમે તે પણ જાણો છો કે પપૈયાનાં પાંદડા આપણી ત્વચા અને વાળને સ્વસ્થ પણ બનાવી શકે છે. પપૈયાનાં પાંદડામાં ઘણું બધું પોષણ રહેલું છે, જેનો સીધો ઉપયોગ કરવાથી લાભ થાય છે. આજે અમે તમને જણાવીશુ તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે.
પપૈયાનાં પાંદડાને નાના નાના ટુકડામાં તોડીને પીસી લો અને નીચોવીને રસ કાઢી લો.
ફાયદા
પપૈયાનાં પાંદડાનો રસ ત્વચાનાં પોર્સને સાફ કરે છે. સાથે જ આ ખીલ અને કરચલીઓને થવાથી પણ રોકે છે.
આ રસને નાળીયેરનો રસ અથવા મધમાં ભેળવીને કન્ડીશનર તરીકે યૂઝ કરવામાં આવે તો વાળ એકદમ મુલાયમ બને છે
પપૈયાનાં પાંદડા ડ્રેન્ડ્રફ દૂર કરવા માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે. આ માથા પરથી મેલ અને તેલને દૂર કરે છે તથા વાળ પર કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી કરતું.