ફિટનેશ, ટાઇમ મેનેજમેન્ટ, પરફેકશનને એવું ઘણું બધું
ફિલ્મો ભલે ગમે તેવી હોય પણ કલાકારો આપણને ઘણું શીખવે છે. ડાયેટ એન્ડ ફિટનેશ, ટાઇમ મેનેજમેન્ટ, ડોનેશન એનિમલ પ્રોટેકશન, દેશદાઝ અને દાન-ધરમ
અમિતાભ બચ્ચન સમયના પાબંદ છે. તેઓ આપણને ટાઇમ મેનેજમેન્ટ શીખવે છે. અક્ષર કુમાર ડાયેટિંગ એન્ડ ફીટનેશ તેમજ દેશદાઝ શીખવે છે. આમીર ખાન પરફેશનનો આગ્રહી છે. તેની ફિલ્મો અને જીવન આપણને પરફેકશનના પાઠ શીખવે છે.
શાહરુખ ખાન તે આજનો રાજેશખન્ના છે. સૌથી વધુ ફીમેલ ફેન તેના છે. તેની સાથે ફિલ્મોમાં કામ કરવા ‚પ ‚પના અંબાર જેવી હીરોઇનો તલપાપડ હોય છે. આમ છતાં શાહરુખનું નામ આજ સુી કોઇ ક્ધયા સાથે જોડાયું નથી. તો શાહરુખ શું શીખવે છે ? તે શીખવે છે આપણને વફાદારીના લેશન એક પત્નીવ્રતા આદર્શ પુ‚ષ છે કિંગ ખાન બોલીવૂડનો ત્રીજો ખાન સલમાન ખાન ભલે જેલની હવા ખાઇ આવ્યો તેની સામે એકથી વધુ કોર્ટ કેસ થયા છે. અગર ચાલી રહ્યા છે. પરંતુ એક વાત તો માનવી પડશે કે સલમાન ખાત સખાવત એટલે કે દાન-ધરમ કરવામાં નંબર વન છે. તેની સંસ્થા બીઇંગ હયુમન થકી તે સેવાકાર્યો કરે છે.
જયારે થાઇલેન્ડના ફ્રકેટ ટાપુ પર સુનામીએ વિનાશ વેર્યો ત્યારે વિવેક ઓબેરોયે ત્યાં જઇને બચાવ કાર્યમાં હાથ બટાવ્યો હતો. શહીદોના પરિવાર માટે તેણે મકાનો પણ બાંઘ્યા તેણે સાબિત કર્યુ કે સેવા એ જ ધર્મ છે.
શાહીદ કપૂરે સિઘ્ધ કર્યુ છે કે- બોડી (ડોલે- સોલે) બનાવવું હોય તો માંસાહાર કરવાની બિલકુલ જ‚ર નથી. તે શુઘ્ધ શાકાહારી છે. તે શાકાહારને પ્રમોટ કરે છે. પેટાનો બ્રાંડ એમ્બેસેડર પણ છે.
નાના પાટેકર દેશદાઝી અને દેશપ્રેમ શીખવે છે તે ખુલ્લે આમ કહે છે કે અમે (ફિલ્મ સ્ટાર્સ) હીરો નથી પરંતુ સરહદ પર લડતા જવાનો જ રીઅલ હીરો છે.
આ જ રીતે શિલ્પા શેટ્ટી પણ આપણને ફિટનેશના આગ્રહી બનવાનું કહે છે. નવાઝુદીન સિદિકીએ સુત્ર આપ્યું કે – પરિશ્રમ એ જ પરમેશ્વર સામાન્ય એકસ્ટ્રામાંથી સુપરસ્ટાર બન્યો છે. નવાઝ બોલીવૂડ સ્ટાર્સની ફેશનનું અનુકરણ કરવું બધાને ગમે તે સારી વાત છે. પરંતુ તેમના અન્ય કેટલાક ગુણોની પણ કોપી કરવા જેવી છે.