મૈસૂર જતાં લોકો માટે વૃન્દાવન ગાર્ડન ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.આ ગાર્ડન ભારતના કર્ણાટક રાજ્યના મૈસૂરમાં આવેલુ છે.અહીં ભરપૂર કુદરતી સૌંદર્ય જોવા મળે છે. દર વર્ષે લગભગ ૩૦થી ૪૦ લાખ પર્યટકો આવતાં હોય છે. ચાલો જાણી લઇએ આ ગાર્ડન વિશે થોડું અવનવું.

વૃન્દાવન ગાર્ડનની સ્થાપનાની શરૂઆત ૧૯૨૭માં થઇ હતી, જે ૧૯૩૨ સુધી ચાલી હતી. અંતે ૧૯૩૨માં તેની કામગીરી સમાપ્ત થઇ હતી. ગાર્ડનને બનાવવાની શરૂઆત કરી ત્યારે તેનું નામકૃષ્ણરાજસાગર પાડવામા આવ્યું હતુ.આ ગાર્ડન મૈસૂરના દિવાન સર મિર્ઝા ઔઇસ્માઇલની દેખરેખમાં બનાવવામાં આવ્યું હતું. આ ગાર્ડનની સુંદરતાને વધારવા માટે દિવાન ગાર્ડનન વિસ્તાર મોટો કરીને તેને મુગલ શૈલી મુજબ બનેલાં કાશ્મિરના શાલિમાર ગાર્ડન જેવું બનાવવા માંગતા હતાં.

આ ગાર્ડનને વાસ્તુ શાસ્ત્ર મુજબ બનાવવામાં આવ્યું છે જેના પ્રમુખ વાસ્તુકાર જી.એચ.કૃમ્બિંગલ હતા. તે સમયગાળામાં જી.એચ.કૃમ્બિંગલ મૈસૂર સરકારના ઉદ્યાયન ક્ષેત્રના ઉચ્ચ અધિકારી તરીકે નિયુક્ત હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.