ભારતીય મહિલાઓ દ્વારા નાકમાં નથળી પહેરવાની પરંપરા ખૂબ જુની છે. પછી તે હિન્દુ હોય કે કોઇ અન્ય ધર્મની મહિલાઓ પોતાનું નાક વિંધાવે જ છે. પરંતુ આજકાલ નાકમાં નથળી પહેરવી એક ફેશન બની ગયુ છે.
નાકમાં પહેરવામાં આવતી નથળીનો શરીરના એવા ભાગો જેની સાથે તે સીધો સંબંધ ધરાવે છે. તો ચાલો જાણીએ નથળી પહેરવા પાછળનું સાચુ રહસ્ય….
પરિણિતા માટે સૌભાગ્યનું પ્રતિક…
નાકની નથળી ભારતીય સમાજમાં કેટલી મહત્વની છે. તે બાબત મહિલાઓ જરૂરથી જાણતી હશે. પરંતુ રિવાજ અનુસાર નાકની નથળી પરિણિત મહિલાઓ માટે સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે.
માસિક ધર્મ દરમિયાન ઓછો દુખાવો…
– આયુર્વેદ અનુસાર જો નાકના મુખ્ય ભાગ પાસે કાણુ પાડવામાં આવે તો માસિક ધર્મ દરમિયાન મહિલાને ઓછો દુખાવો સહન કરવો પડે છે.
– વૈજ્ઞાનિકોના અનુસાર જાણવા મળ્યુ છે કે નાકની કેટલીક નસોનું સ્ત્રીના ગર્ભ સાથે જોડાયેલી હોવાનું બતાવ્યું છે.
પ્રસૃતીની પીડા ઓછી કરે છે…
– જો છોકરીઓને ડાબી બાજુનું નાક વિંધાવામાં આવે તો તે જગ્યાની નસ યુવતીના પ્રજનન અંગો સાથે જોડાયેલી હોય છે. જેથી કાણુ પાડવાથી મહિલાને પ્રસુતિ દરમિયાન ઓછો દુખાવો સહન કરવો પડે છે.
૧૬ વર્ષ પહેલા નાક વિંધાવુ જરૂરી…
– નાકની નથ ધર્મના હિસાબે મહિલાને ૧૬ વર્ષની ઉંમર સુધીમાં પોતાનુ નાક જ‚રથી વિંધાવડાવી લેવુ જોઇએ. તેમજ કેટલીક સંસ્કૃતિઓમાં વિવાહિત હોવાનો પણ સંકેત આપે છે.