શું તમે ધ્યાન આપ્યું છે કે, વિન્ડોઝ કોમ્પ્યુટર અથવા લેપટોપનાં ડેસ્કટોપ પર રાઈટ ક્લિક કરશો, તો મેનુમાં Refresh ઓપ્શન ડિસ્પ્લે થાય છે. બની શકે છે કે, તમે પણ હંમેશા આ ફીચરનો ઉપયોગ કરતા હશો અથવા તો F5 કી પ્રેસ કરતા હશો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ ઓપ્શન શું કાર્ય કરે છે? શું તમે તમારી ઓપરેટીંગ સિસ્ટમને રિફ્રેશ કરીને તેને આરામથી ચલાવવામાં મદદ કરે છે? શું તે કોમ્પ્યુટરની મેમરી ક્લીયર કરે છે અથવા RAM ને રિફ્રેશ કરે છે? તમે કદાચ તે જાણીને હેરાન રહી જશો કે, રિફ્રેશથી એવું કંઇજ નથી થતું. તમારા કોમ્પ્યુટર પર તમે જે ડેસ્કટોપ જુઓ છો, તે ખરેખર વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમનું એક ફોલ્ડર હોય છે. તેને એ રીતે પ્રોગ્રામ કરવામાં આવે છે કે તે પોતાની જાતે જ રીફ્રેશ થાય છે. જેવી જ રીતે તેના કોન્ટેક્ટમાં કોઈ બદલાવ આવે છે તો તે રિફ્રેશ થઈને બદલાવ તમને ડિસ્પ્લે કરે છે. ઉદાહરણ તરીકે કોઈ નવી ફાઈલ ડેસ્કટોપ પર પેસ્ટ હોવા અથવા તો પ્રોગ્રામનું આઇકન બનવા પર આ ઓટોમેટીક દેખાય છે. પરંતુ કેટલીક વાર તે ઓટોમેટીક અપડેટ નથી થતું અને ડેસ્કટોપ પર રીફ્લેક્ટ નથી થતા. તેથી જ રીફ્રેશનો ઓપ્શન આપવામાં આવ્યો છે, જેથી તમે તેને મેન્યુઅલી રિફ્રેશ કરી શકો.
ડેસ્કટોપને ક્યારે રિફ્રેશ કરવું જોઈએ?
ડેસ્કટોપમાં જ્યારે હાલમાં કરેલ, Move, Save, Rename અથવા Delete કરવામાં આવેલ ફોલ્ડર્સ અથવા ફાઈલ્સ ન દેખાય.
તમને ડેસ્કટોપનાં આઇકન રી-અલાઈન કરવાનાં હોય.
જો તમારા ડેસ્કટોપ પર કોઈ આઇકન ન દેખાય.
થર્ડ પાર્ટી એપ્લીકેશન દ્વારા બનાવવામાં આવેલ ફાઈલ્સ ડેસ્કટોપ પર ન દેખાય.
આ રીતે અન્ય પરિસ્થિતિઓ, જેમાં ડેસ્કટોપ પર તે અપડેટ ન દેખાય, જે ડિસ્પ્લે થવા જોઈએ.
Refresh કરવાથી શું થાય છે?
તમને જણાવેલ પરિસ્થિતિઓમાં ડેસ્કટોપને રિફ્રેશ કરે છે, અપડેટેડ કોન્ટેક્ટ દેખાવા લાગે છે. મેન્યુઅલી રિફ્રેશ કરવા પર ડેસ્કટોપનો કોન્ટેક્ટ પહેલા ફોલ્ડર, પછી ફાઈલ્સનાં ઓર્ડરમાં નામનાં હિસાબે રી-ઓર્ડર થઇ જાય છે.
આદત પડી ગઈ છે તો બદલી નાખો
તમે જોયું હશે કે ઘણા લોકો ડેસ્કટોપને સતત રિફ્રેશ કરે છે. બની શકે છે કે, તમે પણ એવું જ કરતા હશો. કેટલાક લોકો કોમ્યુટરનાં સ્લો થઇ જવા પર એવું કરે છે તો કેટલાક ડેસ્કટોપ પર જતા જ એવું કરવા લાગે છે. તેનો કોઈ ફાયદો નથી અને આ બેમતલબ છે. તો આ આદતને દૂર કરવાની કોશિશ કરો.