- ‘સાવચેતી એ જ સલામતી’: લાંબા ગાળે આંખોને સુરક્ષીત રાખવા આ છ આદતો અપનાવો
આપણી આંખો એ માનવ શરીરના સૌથી મહત્વપૂર્ણ અને જટિલ અંગોમાંનું એક છે, જે આપણા રોજિંદા જીવનમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આંખોનું મહત્વ માત્ર શારીરિક દ્રષ્ટિ પૂરતું નથી, કારણ કે તે આપણી માનસિક અને ભાવનાત્મક સુખાકારી પર પણ નોંધપાત્ર અસર કરે છે. જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, તેમ તેમ આપણી આંખો કુદરતી રીતે ઘસાઈ જાય છે. લાંબા સમય સુધી સ્ક્રીન જોવી, નબળો આહાર અને તાણ આંખને નુકસાન પહોંચાડે છે, જેના પરિણામે આંખો સૂકી, મોતિયા અને દ્રષ્ટિ ગુમાવવી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. ત્યારે આંખ માટે સાવચેતી એ જ સલામતી નિયમ મુજબ કાળજી રાખવી ખુબ જ જરૂરી છે.
સ્ક્રીન ટાઈમ માટે 20-20-20 નિયમનું સખતપણે પાલન કરો
આપણે બધા સહમત થઈ શકીએ છીએ કે સ્માર્ટફોન અને લેપટોપ પર આપણી નિર્ભરતા સતત વધી રહી છે. આનાથી આંખો ખેંચાય છે. જે માટે 20-20-20 નિયમ ગેમ ચેન્જર છે: દર 20 મિનિટે, 20 સેક્ધડ માટે 20 ફૂટ દૂર કંઈક જુઓ. આ સરળ પ્રેક્ટિસ આંખના સ્નાયુઓને આરામ આપે છે, ખેંચાણ ઘટાડે છે અને લાંબા કલાકો સુધી સ્ક્રીન તરફ જોવાથી થતી શુષ્કતાને અટકાવે છે.
આંખની નિયમિત તપાસ કરાવો
આંખની સમસ્યાઓ ઘણી વખત ગંભીર ન બને ત્યાં સુધી આપણે તેને ધ્યાનમાં લેતા નથી. 40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે, ગ્લુકોમા અથવા ડાયાબિટીક રેટિનોપેથી જેવી પરિસ્થિતિઓને વહેલી તકે શોધવા માટે નિયમિત આંખની તપાસ કરવી મહત્વપૂર્ણ છે. જો તમને ડાયાબિટીસ અથવા હાયપરટેન્શન હોય, તો તે દ્રષ્ટિને સીધી અસર કરી શકે છે. જેથી નિયમિત તપાસ જરૂરી છે.
આંખને અનુકૂળ આહાર પર ધ્યાન કેન્દ્રિત કરો
અમારા રસોડામાં એવા કેટલાય સુપરફૂડ્સ છે જે આંખની જાળવણી માટે ફાયદાકારક છે. ખોરાકમાં પાલક અને મેથી, બીટા-કેરોટીન માટે ગાજર અને વિટામિન સી માટે આમળાનો સમાવેશ કરો. તેમજ ફ્લેક્સસીડ્સ અને અખરોટમાં જોવા મળતા ઓમેગા-3 ફેટી એસિડ્સ સૂકી આંખો સામે લડવા માટે શ્રેષ્ઠ છે. હળદર, તેના બળતરા વિરોધી ગુણધર્મો માટે પણ જાણીતું છે તે વય-સંબંધિત મેક્યુલર ડિજનરેશન (અખઉ) સામે રક્ષણ આપે છે.
આંખોને યુવી કિરણોથી સુરક્ષિત રાખો
સૂર્યના અત્યંત તેજસ્વી યુવી કિરણો ખાસ કરીને ઉનાળા દરમિયાન આવતો તીવ્ર પ્રકાશ આંખને નુકસાન કરે છે. યુવી કિરણો મોતિયા અને આંખ સંબંધિત અન્ય સમસ્યાઓ માટે મુખ્ય ભૂમિકા ભજવે છે. વાદળછાયા દિવસો દરમિયાન પણ 100 ટકા યુવી રક્ષણ માટે સનગ્લાસ પહેરી રાખો. જો તમે બહાર ઘણો સમય વિતાવો છો, તો પહોળી ટોપી પહેરવાથી આંખોને સુરક્ષીત રાખી શકાય છે.
નિયમિત આંખના યોગ કરો
આંખનો યોગ કદાચ સાંભળવામાં વિચિત્ર લાગે, પરંતુ આંખના સ્નાયુઓને મજબૂત કરવા અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે આયુર્વેદમાં ચકાસાયેલ તકનીક છે. સરળ કસરતો જેમ કે તમારા હાથને ઘસવું અને તેને બંધ આંખો પર હળવા હાથે મૂકવું અથવા તમારી આંખોને ગોળાકાર ગતિમાં ફેરવવાથી રક્ત પરિભ્રમણને યોગ્ય રીતે થાય છે અને તાણથી રાહત મળે છે. દિવસમાં માત્ર પાંચ મિનિટ આ કસરત કરવાથી ઘણી રાહત મળે છે.
આંખના ટીપાંનો વધુ પડતો ઉપયોગ ટાળો
ડીહાઇડ્રેશન સૂકી આંખો તરફ દોરી શકે છે, જે આપણી ઉંમર સાથે એક સામાન્ય સમસ્યા છે. જેથી દરરોજ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવો. ઘણા લોકો શુષ્કતા અથવા લાલાશથી રાહત માટે આંખના ટીપાં પર વધુ આધાર રાખે છે, પરંતુ ટીપાંનો વધુ પડતો ઉપયોગ આંખોને ટીપાં પર નિર્ભર બનાવી શકે છે. જેના બદલે આંખો પર ઠંડુ પાણી છાંટવું કે તાજગી માટે ગુલાબ જળ જેવા કુદરતી પદાર્થોનો ઉપયોગ કરવો વધુ ફાયદાકારક છે.