સુંદરતા વધારવા જુનવાણી તરીકા છે તેની તો વાત જ ન્યારી છે
સૌંદર્યને નિખારવાના વણકહેવાયેલા ૧૦ જાદુઈ નુસ્ખા આ રહ્યા. અત્યારે માર્કેટમાં અવનવા એડવાન્સ સૌંદર્ય પ્રસાધનો અને પ્રોડકટ ઉપલબ્ધ છે પરંતુ જે જુનવાણી તરીકા છે તેની તો વાત જ ન્યારી છે.
૧) આઈ લાઈનર:-
- હંમેશા આઈ શેડો/ લાઈનર લગાવવામાં સભાન રહો.
- સ્ત્રીની આંખોએ તેના ચહેરાનું પ્રતિબિંબ છે. તેને રતનની જેમ સાચવો.
- સુરમો લગાવવાની ભુલ ન કરશો.
૨) ચહેરાનું કલીન્ઝિંગ:-
- આપણે ગમે તેટલું ધ્યાન રાખીએ ચહેરો ડસ્ટી થઈ જતો હોય છે.
- એક ચમચી દુધમાં બે ટીપા લીંબુના નાખીને રૂના પુમડા વડે ચહેરાને લીકવીડથી સાફ કરો.
૩) ગ્રીન ટી બાથ:-
- ગ્રીન ટી બાથ લેવાથી શરીર એકદમ રીલેકસ થઈ જાય છે. બાથ ટબમાં પાણીમાં અમુક ગ્રીન ટી બેગ ઉમેરીને બાથ લઈ શકાય છે.
- ત્વચા ડીટોકસ થઈ જાય છે.
૪) દાડમના દાણા જેવા દાંત:-
- સ્ત્રીના સૌંદર્યમાં તેના સ્મિતનો સિંહ ફાળો હોય છે. તેના દાડમના દાણા જેવા દાંત સૌંદર્યમાં ચાર ચાંદ લગાવે છે. યલો ટીથનો પ્રશ્ર્ન દુર કરો.
૫) સ્ક્રબિંગ સ્કિન:-
- ચહેરાની ત્વચાને નિયમિત સ્ક્રબિંગ કરવી જરૂરી છે. સીતાફળની છાલ બેસ્ટ સ્ક્રબિંગ છે.
- ડેડ સ્કિન નીકળી જાય છે.
૬) લિપ ગ્લોઝ:-
- કસ્ટર્ડ ઓઈલ એ કુદરતી લીપ ગ્લોઝ છે. તેનાથી લિપ્સ ચમકી ઉઠે છે.
- પીપરમેન્ટ ઓઈલ ઉમેરશો તો લિપ થીક લાગશે.
૭) ચહેરાનો નિખાર:-
- ચહેરાના નિખાર માટે અગાઉ વ્હાઈટનિંગ ક્રીમ હતા નહીં.
- આ સિવાય ચહેરા-ગરદનની સ્કિનને ટાઈટ રાખવા માટે મોંથી હવા ભરવાનો વ્યાયામ નિયમત કરો.
૮) ફેસ માસ્ક:-
- જાયફળ પાવડર પાણી, હળવદ સાથે પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો આ અકસીર ફેસ માસ્ક છે. ચહેરો ડાયરહિત થશે.
- હથેળીથી આંખોને હળવેથી બંધ કરો. આ વ્યાયામ દિવસમાં ૨-૩ વાર કરો.
- આંખોની સુંદરતા જળવાશે. મોબાઈલ કમ્પ્યુટરથી થતુ નુકસાન ઘટશે.
૧૦)પગની સુંદરતા:-
- સ્ત્રીઓમાં પગના વાઢિયાની તકલીફ (ખાસ કરીને શિયાળામાં) વિશેષ‚પે જોવા મળે છે.
- ગરમ પાણીમાં થોડુ મીઠુ ઉમેરી ચરણ પખાલી રાખો. પાનીની ત્વચા આનાથી કોમળ થશે.