‘તલવાર કરતાં કલમમાં વધુ તાકાત છે.’ – આ ઉક્તિ સર્વસામાન્ય સત્ય છે.

વિશ્ર્વની કેટલીક વ્યક્તિઓના વિચારો અને લેખોએ સમાજમાં સામાજિક પરિવર્તન અને ક્રાંતિ લાવવાનો માર્ગ સરળ બનાવ્યો હતો. તેમણે માનવ-ઇતિહાસની ગતિવિધિમાં આમૂલ પરિવર્તન આણ્યું હતું. એ મહાન વિચારકોને તેમના જીવનકાળ દરમિયાન ઘણું સહન કરવું પડ્યું હતું.

ચાણક્ય :

Chanakya Neeti and good governanceચાણક્ય કૌટિલ્યના નામી પણ જાણીતા છે. તેઓ ભારતના મહાન વિચારક અને રાજનીતીજ્ઞ હતા. ‘ર્અશા’ તેમની જાણીતી કૃતિ છે.

 કોન્ફ્યુશિયસ :

confકોન્ફ્યુશિયસ ચીનના મહાન તત્વ-ચિંતક હતાં. તેમના વિચારોના ચીનના સમાજ જીવન પર ખૂબ ઉંડો પ્રભાવ છે. તેમના ઉપદેશો ‘કોન્ફ્યુશિયસના સંગ્રહો’ નામના પુસ્તકમાં સંગૃહિત છે.

 લિયો ટોલ્સ્ટોય :

Tolstoy List Mainલિયો ટોલ્સ્ટોય જાણીતા રશિયન લેખક હતા. ‘વોર એન્ડ પીસ’ (યુદ્વ અને શાંતિ) તા ‘એના કેરેનિના’ એ તેમની જાણીતી કૃતિઓ છે. ટોલ્સ્ટોયના લેખોએ ગાંધીજી ઉપર ઘણો પ્રભાવ પાડ્યો હતો.

 રૂસો :

Rousseauરૂસો ફ્રાન્સના મહાન લેખક અને તત્વજ્ઞાની હતા. તેમના તત્વજ્ઞાને રાજકીય ઘટનાઓને રુપ આપ્યું, જેને લીધે ફ્રાન્સમાં રાજ્યક્રાંતિ  થઇ તેમના મતે, સત્તા, આમ-જનતાને સમર્પિત હોવી જોઇએ અને શાસનતંત્ર લોકમતી રચાવું જોઇએ.

 વોલ્ટેર :

voltaireવોલ્ટેર ફ્રાન્સના તત્વજ્ઞાની અને લેખક હતા. તેમના લેખોએ ફ્રાન્સની રાજ્યક્રાંતિના સર્જનમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.