- બેંકમાં ખાતું ખોલવા માટે પાન કાર્ડ જરૂરી છે.
- જો તમારી પાસે PAN કાર્ડ નથી, તો તમારું એકાઉન્ટ ખુલશે નહીં.
લોકો માટે પાન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પાન કાર્ડનો ઉપયોગ નાણાકીય વ્યવહારો માટે થાય છે. આ સાથે, તે ITR ભરવા અને TDSનો દાવો કરવા માટે પણ ઉપયોગી છે. આ ઉપરાંત, PAN કાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા માટે કરી શકાય છે. જો તમારી પાસે PAN કાર્ડ નથી, તો તમે અહીં દર્શાવેલ પ્રક્રિયા જોઈ શકો છો.
આ પ્રક્રિયાથી તમે ઘરે બેસીને પાન કાર્ડ માટે અરજી કરી શકો છો, જેના માટે તમારે કોઈ ઓફિસ જવાની જરૂર નહીં પડે. આ પ્રક્રિયાની મદદથી સરકાર તમારું પાન કાર્ડ બનાવીને ઘરે મોકલી દેશે. ચાલો જાણીએ કે કેવી રીતે PAN કાર્ડ બનાવી શકાય છે
આવકવેરા વિભાગે મંજૂરી આપી છે કે તમે PAN કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. ઉપરાંત, જો તમારે કોઈ સુધારો કરવો હોય, તો તે પણ સરળતાથી કરી શકાય છે. પાન કાર્ડ મેળવવા માટે તમારે NSDLની વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
જો તમે પાન કાર્ડ માટે અરજી કરો છો, તો તમારે કેટલીક ફી પણ ચૂકવવી પડશે. એક ભારતીય માટે આ ફી 110 રૂપિયા છે અને જો કોઈ વિદેશી અરજી કરે છે તો તેણે 864 રૂપિયા ચૂકવવા પડશે, GST ચાર્જ અલગથી લેવામાં આવશે. ચુકવણી ઓનલાઈન મોડ દ્વારા કરી શકાય છે. નેટ બેન્કિંગ અને ડેબિટ-ક્રેડિટ કાર્ડની મદદથી પેમેન્ટ કરી શકાય છે.
પાન કાર્ડ માટે અરજી કર્યા પછી તમારે એક દસ્તાવેજ આપવું પડશે. તમે નવા પેજ પર દસ્તાવેજો અપલોડ કરી શકો છો. દસ્તાવેજો અપલોડ કર્યા પછી તમારે પ્રમાણિત દસ્તાવેજો NSDL ને મોકલવા પડશે.
જો તમામ દસ્તાવેજો સાચા જણાશે તો તમારું પાન કાર્ડ બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. તમારું PAN કાર્ડ 10 દિવસમાં જાહેર કરવામાં આવશે. આ પાન કાર્ડ પોસ્ટ ઓફિસ દ્વારા તમારા ઘરે આવશે.
પાનકાર્ડ બનાવવાની પ્રક્રિયા
- અધિકૃત આવકવેરા ઈ-ફાઇલિંગ વેબસાઇટ https://www.incometax.gov.in/ પર જાઓ.
- અહીંયા હોમપેજ પર, “ક્વિક લિંક્સ” વિભાગ હેઠળ તમને “ઇન્સ્ટન્ટ ઇ-પાન” ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરો.
- જ્યાં તમને બે વિકલ્પો દેખાશે: “Get New e-PAN” અને “Download PAN.” જેમાં તમારે “Get new e-PAN” પર ક્લિક કરવુ.
- હવે જે પેજ ખુલશે તેમાં તમારે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે. પછી તમે નિયમો અને શરતો વાંચી અને સ્વીકારી છે તેની પુષ્ટિ કરવા માટે ચેકબોક્સ પર ટિક કરો. અને “ચાલુ રાખો” પર ક્લિક કરો.
- તમારા આધાર સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર એક OTP (વન-ટાઇમ પાસવર્ડ) મોકલવામાં આવશે. જ્યાં OTP દાખલ કરો અને “ચાલુ રાખો” પર ક્લિક કરો.
- સિસ્ટમ આધાર ડેટાબેઝમાંથી તમારી વ્યક્તિગત માહિતી લેશે, જેમાં તમારું નામ, જન્મ તારીખ, સરનામું અને ફોટોગ્રાફનો સમાવેશ થાય છે. તેને વેરીફાઈ કરો કે બધી માહિતી સાચી છે અને “ચાલુ રાખો” પર ક્લિક કરો.
- બાદમાં તમને તમારું ઇમેઇલ એડ્રેસ સબમિટ કરવાનું કહેવામાં આવી શકે છે. પછી “ચાલુ રાખો” પર ક્લિક કરો.
- સક્સેસ વેલિડેશન પર એક એકનોલેજમેન્ટ નંબર જનરેટ કરવામાં આવશે. જ્યાં તમારું ઈ-PAN જનરેટ થશે અને તમારા રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ પર મોકલવામાં આવશે અને ઈ-ફાઈલિંગ પોર્ટલ પરથી ડાઉનલોડ કરવા માટે પણ ઉપલબ્ધ રહેશે.
- હવે તમારું ઈ-PAN ડાઉનલોડ કરવા માટે આવકવેરા ઈ-ફાઇલિંગ પોર્ટલ પર “ઇન્સ્ટન્ટ ઈ-PAN” વિભાગ પર પાછા ફરો. ત્યાં “Download PAN” પર ક્લિક કરો.
- તમારા આધાર નંબર અને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મળેલ OTP દાખલ કરો. પછી તમે તમારું e-PAN PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.
શું ઈ-PAN નિયમિત PAN કાર્ડ જેવું જ છે?
હા, ઈ-PAN કાર્ડ નિયમિત PAN કાર્ડ જેવું જ છે. જરૂર પડે ત્યાં તમે તેનો ઉપયોગ કરી શકો છો. તમે e-PAN પ્રિન્ટ કરી શકો છો અથવા https://www.onlineservices.nsdl.com/paam/ReprintEPan.html પરથી ઓર્ડર કરી શકો છો. તમારે e-PAN માં તમને આપવામાં આવેલ PAN નંબર દાખલ કરવો પડશે, જન્મ તારીખ દાખલ કરવી પડશે અને શરતો પર ટિક કરવું પડશે. ભારતમાં PAN કાર્ડ પ્રિન્ટિંગ ફી 50 રૂપિયા છે. આવકવેરા વિભાગ પાસે ઉપલબ્ધ લેટેસ્ટ ડિટેલ્સ મુજબ પાન કાર્ડ 3-4 દિવસમાં સંપર્કના સરનામાં પર મોકલવામાં આવે છે.