સામાન્ય રીતે શરીરમાં રક્ત દબાણ જ્યારે વધે છે ત્યારે હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા થતી હોય છે જેની અવગણના કરવાની ભૂલ કરશો નહિં મહિલાઓમાં હાઇ બ્લડ પ્રેશરના મુખ્ય કારણો ગર્ભનિરોધક ગોળીઓનું સેવન કરવાનું છે. ગર્ભનિરોધક ગોળીઓમાં ઓષ્ટ્રોજન નામનું તત્વ હોય છે જે પાણી તથા મીઠાને રોકવાનો ગુણ ધરાવે છે તેથી જ લોહીનું દબાણ વધી જતું હોય છે, ગર્ભવસ્થાના અંતિમ દિવસોમાં બ્લડ પ્રેશર વધી જવું સામાન્ય બાબત છે, પ્રેગ્નેન્સી દરમિયાન સોજા, દુ:ખાવા તેમજ બળતરાની તકલીફ થતી હોય છે, માટે હાઇ બ્લડ પ્રેશરને અમુક ઘરગથ્થુ ઉપચારથી રોકી શકાય છે.
ભોજનમાં આપણે હંમેશા છાશ લેતા હોય છે હાઇ બ્લડ પ્રેશર માટે પણ છાશ ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત એક ગ્લાસ પાણીમાં એક લીંબુ નિચોવી નરળાકોઠે પીવાથી ફાયદો થાય છે. અડધો કપ દૂધીનો રસ અને પાણી ભેળવી દિવસમાં ત્રણ વખત પીવાથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે તરબૂચના ટુકડા પર મરી છાંટીને ખાવાથી પણ ફાયદો થાય છે બે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ ભેળવી સવારે તેમજ સાંજે પીવાથી ફાયદો થાય છે. ખાદ્ય નિષ્ણાંતોનું માનવું છે કે બ્લડ પ્રેશર પર નિયંત્રણ રાખવા બાફેલા બટેટા ખૂબ જ ઉપયોગી છે. જ્યારે પણ બટેટાને બાફવામાં આવે ત્યારે તેની છાલ મીઠાનો અંશ શોષી લે છે.માટે જ તેને સોલ્ટ ફ્રિ આહારમાં લઇ શકાય છે. જેમાં ભરપૂર પ્રમાણ પોટેશિયમ તેમજ મેગ્નેશિયમ રહેલું હોય છે બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં તેમજ કીડનીકાના મુલાયમ ટીશ્યુ કેલ્શિયમ યુક્ત કરે છે એસિડિટીથી પીડાતી વ્યક્તિઓ માટે પણ બાફેલા બટેટા ખૂબ જ ઉપયોગી છે.