પ્રાચીન કાળથી લીમડાનો ઉપયોગ રસોડામાં કરાય છે. કડવો લીમડો ઔષધી તરીકે ઘણો ફાયદાકારક છે. તેના વિશે તો દરેક લોકો જાણતા જ હશે પરંતુ આજે આપણે મીટા લીમડાના ઔષધિય પ્રયોગ વિશે જાણીશું.
મીઠા લીમડાનો ઉપયોગ રસોઇ બનાવવા માટે કરવામાં આવે છે. રસોઇમાં ઘી કે તેલમાં વઘાર કરતા તે વધારે સ્વાદિષ્ટ બની જાય છે. આના બીયણથી તેલ બને છે. તેના પાંદડામાં ઓક્સાલિક, કાર્બોહાઇડ્રેડ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આર્યન, રિબોફ્લેવિન, અને નિકોટિન એસિડ મળે છે.
– મીઠા લીમડાનાં પાંદડા વાટીને કપાળ પર લાગાવવાથી માથાનો દુખાવો દૂર થાય છે.
– મોઢામાં પડેલા ચાંદા મટાડવા માટે લીમડાના બાફેલા પાણીથી કોગળા કરવા અને ૨-૪ પાંદડા ચાવવાથી મોંની ગંધ દૂર થાય છે.
– ૫-૧૦ લીમડાના રસમાં મધ મિક્સ કરી પીવાથી ઉધરસનો વિકાર દૂર થાય છે.
– લીમડાને પાણીમાં વાટીને પીવાથી ઉલ્ટીમાં ફાયદો થાય છે.
– લીમડાને પાંદડામાં લીંબુનો રસ મિક્સ કરી લેપ કરવાથી પીત અને દાદમાં ફાયદો થાય છે.