આજે સવારથી શરૂ થયેલી મતગણતરીમાં બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થયું હતુ. કોંગ્રેસે કમબેક કર્યું છે જ્યારે ભાજપને આ 5 રાજ્યોની ચૂંટણીમાં ભારે નુંકસાન થયું છે. રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરીણામ બાદ કોંગ્રેસ મૂક્તના બદલે ભાજપ મૂક્ત પરીણામ જોવા મળી રહ્યું છે. છેલ્લા આંકડાઓ મુજબ મધ્યપ્રદેશમાં ભારે રસાકસી જોવા મળી રહી છે.
5ન પાંચ રાજ્યોમાં સ્થિતી :
મધ્યપ્રદેશ :
મધ્યપ્રદેશમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. છેલ્લા આંકડાઓ પ્રમાણે કોંગ્રેસ 114 સીટ જીતી છે જ્યારે ભાજપ 109 સીટ પર જીત્યું છે. આ ઉપરાંત BSP 2 સીટ અને અન્ય ને 5 સીટ છે. રાજસ્થાનમાં કોંગ્રેસ બહૂમતીના આંકડાની નજીક છે અને લગભગ સ્પષ્ટ છે કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સત્તા મેળવશે.
રાજસ્થાન :
રાજસ્થાનમાં કોંગ્રેસ બહુમતીના આંકડાની નજીક પહોંચ્યું છે. રાજસ્થાનમાં કુલ 199 છે. જેમાં કોંગ્રેસને 100 સીટ પર જીત મળી છે .ભાજપને 73 સીટ પર જીત મળી છે. અને અન્ય પક્ષે 26 સીટ મળી છે .
તેલંગણાં :
તેલંગણાંમાં તેલંગણાં રાષ્ટ્ર સમિતિ(TRS)ને બહૂમતીમળી. TRSને 88 બેઠક પર જીત મળી છે. કોંગ્રેસે અહીં 19 બેઠક મેળવી છે. ભાજપ અહીં માત્ર એક બેઠક મેળવી શક્યું છે. જ્યારે અન્ય પક્ષોએ અહી 10 સીટમાં જીત મેળવી છે.
છત્તીસગઢ :
છત્તીસગઢમાં રમણસિંહે હારની જવાબદારી પોતાના માથે લીધી છે. છેલ્લા આંકડાઓ પ્રમાણે અહીં ભાજપની 15 સીટ પર જીત મળી છે જ્યારે કોંગ્રેસે 68 બેઠકો પર જીત મે રહ્યું છે. અને BSP ની 7 સીટ છે.
મિઝોરમ :
મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રંટ(MNF) 26 સીટો પર જીત મળી છે. MNF સૌથી રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે અહીં કોંગ્રેસને 5, ભાજપને 1 અને અપક્ષને 8 સીટો મળી છે.