રાજકોટ શહેરના જામનગર રોડ નજીક ભોમેશ્વર પ્લોટમાં આવેલું ભોમેશ્વર મહાદેવ મંદિરનું ગર્ભ ગૃહ લગભગ એક માળનું હોવાથી આ મંદિરને ભોમેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે.ભાવિક ભક્તો ભોયરામાં બિરાજતા મહાદેવ તરીકે ઓળખે છે.શ્રાવણ માસ દરમિયાન ભક્તોનો મેળો જામે છે.
રાજકોટના ઠાકોર પ્રદ્યુમનસિહજી અને રણછોડદાસજી મહારાજના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી.આ મંદિર જમીનથી ૧૦ થી ૧૧ ફુટ નીચે આવેલું છે.ચોમાસા દરમિયાન અહી શિવલિંગ જાણે જળ સમાધિ લીધી હોય તેવું લાગે છે.આ મંદિરમાં સવાર-સાંજ થાય છે.