અમદાવાદના ગૌરવ સમા મોટેરા સ્ટેડિયમનો જાણો ઈતિહાસ

અમદાવાદના મીલમાલિક , નગર શ્રેષ્ઠી,અને મેયર એવા જયકૃષ્ણ હરિવલ્લભના પુત્ર મૃગેશ જયકૃષ્ણ ૧૯૮૩માં BCCIના વાઈસ પ્રેસિડેન્ટ હતા અને અમદાવાદની Sports Clubતેમજ GCAના પ્રેસિડેન્ટ હતા ત્યારે તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી પાસે નવું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટે અમદાવાદ પાસેના મોટેરા ગામની ઉજ્જડ જમીન મેળવી હતી અને ઘણા વિરોધ વચ્ચે દેશના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહના હસ્તે ખાતમુહર્ત કરાવી, તેમના દેશી વિદેશી મિત્રો પાસેથી ફંડફાળા મેળવીને તેમજ બેંકની લોન મેળવીને માત્ર આઠ માસમાં મોટેરા- સ્ટેડિયમ બનાવી દીધું હતું અને નવેમ્બર ૧૯૮૩માં ભારત વિરુધ્ધ વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ -મેચ જોવાનો લાભ અમદાવાદીઓને આપ્યો હતો !

frs542r motera stadium twitter 650x400 22 February 21

આ સ્ટેડિયમની સલાહકાર સમિતીમાં મૃગેશ જયકૃષ્ણએ પોલી ઉમરીગર,સુનિલ ગાવસ્કર,બિશનસિંહ બેદી,પ્રસન્ના,ચંદ્રશેખર જેવા ક્રિકેટરો અને રાજસિંહ ડુંગરપુરને સ્થાન આપ્યું હતું,અને તેમની સલાહ મુજબ સ્ટેડિયમ બનાવ્યું હતું

શરુઆતમાં મોટેરા સ્ટેડિયમની પીચે ધુળ ઉડાડતી પીચની નામના પામી હતી પરતું આ પીચ પર ૧૯૮૬માં પાકિસ્તાનની ટીમ સામે રમતા ગાવસ્કરે પોતાના રનનો સ્કોર દસ હજારે પહોંચાડ્યો હતો,અને ન્યુઝિલેન્ડ સામે રમતા કપિલ દેવે પોતાની ૪૩૨મી વિકેટ લઈને સર રિચાર્ડ હેટલીનો રેકોર્ડ તોડ્યો હતો

૨૦૦૯ના વરસે સચીન તેડુંલકરે પોતાની કારકિર્દીની વીસમી તિથી મનાવીને પોતાના રન સ્કોરને આંક ૩૦,૦૦૦ રને પહોંચાડ્યો હતો .

આજે ૩૮ વરસ પછી મોટેરા સ્ટેડિયમના પ્રણેતા એવા ૭૬ વરસના મૃગેશ જયકૃષ્ણને રિનોવેટ થયેલા મોટેરા સ્ટેડિયમના ઉધ્ધાટન અને તેના નવા નામકરણ પ્રસંગે હાજર રહેવાનું નિમંત્રણ આપવામાં આવ્યું નથી તે બાબતે પત્રકારના સવાલનો જવાબ આપતાં મૃગેશ જયકૃષ્ણ જણાવે છે કે આમંત્રણ મળ્યું નથી પરતું અમદાવાદનું નાનકડું સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું તેની બેહદ ખુશી છે .

મૃગેશ જયકૃષ્ણ જ્યારે આ સ્ટેડિયમ બનાવી રહ્યા હતા ત્યારે શહેરીજનોએ તેની મજાક કરતા કહેતા હતા કે શહેરથી આટલે દુર ક્રિકેટની મેચ જોવા કોણ જશે,બિચારા ક્રિકેટરો એકલા એકલા રમ્યા કરશે, આજે આ સ્ટેડિયમના કારણે ક્રિકેટ જગતમાં અમદાવાદનું નામ લેવાતું રહેશે .

પ્રત્યેક ગુજરાતી અને ખાસ કરીને તમામ અમદાવાદઓએ મૃગેશ જયકૃષ્ણને ધન્યવાદ આપવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.