ઝિકા વાયરસ એક એવુ ખતરનાક વાયરસ છે. કે જે આપની જાન લઇ શકે છે. આ ઝિકા વાયરસે બદલાતી મોસમમાં ફરી એકવાર દસ્તક આપી છે. આ વાયરસની અસર વરસાદની મોસમમાં વધુ જોવા મળે છે. પરંતુ હાલના સમયમાં વરસાદ ન હોવા છતા પણ તેના દર્દીઓ સામે આવી રહ્યા છે. અને ઘણા લોકોના મોત પણ થઇ ચુક્યા છે.
પરિવારની સલામતી માટે તેનાથી બચાવ અને તેની જાણકારી રાખવી અત્યંત જરુરી છે. તો ચાલો જાણીએ કે શું છે આ ઝીકા વાયરસ.
ઝિકા વાયરસ એડીસ મચ્છરો કરડતા એને તેના જ લાર્વાથી ફેલાય છે. તેનાથી સંબંધિત અન્ય મચ્છરો ચિકનગુનિયા અને ડેંગ્યુ પણ ફેલાવે છે. આ વાયરસ હાલમાં ૨૩ દેશોમાં ફેલાઇ ચુક્યં છે. સૌ પ્રથમ આ વાયરસ આફ્રિકા તેમજ દક્ષિણ એશિયાના કેટલાક દેશોમાં જોવા મળ્યું હતું.
ઝિકા વાયરસથી ગ્રસ્ત લોકોને તાવ, માથાનો દુ:ખાવો, ઉલ્ટી થવી, આંખો પાછળ દુ:ખાવો થવો, મસલ્સ પેઇન, સ્કિન રેશેઝ, જોંઇન્ટ પેઇન જેવા લક્ષણો દેખાય છે. આવા લક્ષણો દેખાતા જ તરત કોઇક સારા તબીબની સલાહ અને સારવાર કરાવવી.
આ વાયરસથી બચવા માટે ઘરોને સાફ રાખવુ મચ્છરોને ઉછરવા ન દેવા, ઘરોમાં પાણી ભરેલા વાસણો અને કૂલર હમેંશા સાફ રાખો. સગર્ભા મહિલાઓ માટે આ વાયરસ ખૂબ જ ખતરનાક છે. તેથી સગર્ભા મહિલાઓએ તેવા સ્થળો પર ન જવું જ્યાં ઝિકા વાયરસ ફેલાયા હોય.
મચ્છરોથી બચવા માટે રાત્રે સુતા વખતે હમેંશા મચ્છરદાનીનો પ્રયોગ કરવો, કારણકે સુતી વખતે મચ્છરો કરડે તેની ખબર પડતી નથી ઘરની બારીઓ અને દરવાજાઓ જેટલા શક્ય હોય તેટલ બંધ રાખવા જેથી મચ્છરો અંદર ન આવી શકે. જો ડાયાબીટીસ કે અન્ય કોઇપણ ગંભીર બીમારીઓ હોય તો યાત્રા કરતા પહેલા તબીબની સલાહ જરુર લેવી જોઇએ.
ઘણીવાર યાત્રા કરીને આવીએ ત્યારે આપણને હળવો તાવ આવી જાય છે. ત્યારે બેદરકારી ન કરવી આ કદાચ ઝિકા વાયરસની અસર પણ હોઇ શકે છે.