કોવિડ-19 ના લીધે લોકોના ધંધા-રોજગાર ઉપર ખુબ જ માઠી અસર પહોંચી છે. લોકો ઘરે રહીને હતાશા, ડિપ્રેશન કે અનેકવિધ બિમારીના શિકાર બન્યા છે. લોકોની હાલત પાંજરામાં પુરાયેલ પ્રાણી જેવી થઇ ગઇ છે. કોવિડમાં ઘણા લોકોએ પોતાના પરિવારજનો, સ્નેહી, મિત્રો ગુમાવ્યા તો ઘણાએ પોતાના રોજગાર ગુમાવ્યા છે. અત્યારે લોકો જીવન અને આજીવીકા ટકાવી રાખવા માટે ફાંફા મારી રહ્યા છે. દેશમાં રોગચાળાને લગતા પ્રતિબંધોમાં વારંવાર ફેરફાર થવાથી જીવન કોઇ એક નિશ્ર્ચિત દિશા પકડી શકતું નથી.

શારીરિક  માનસિક યાતનામાંથી બહાર નીકળવા ‘યોગ’ એ જ એક સહારો: યોગ નિષ્ણાંત અલ્પા વિકાસ શેઠ

યોગ દિવસને આપણું ઘર બનાવી પરિવાર સાથે કરીએ ‘યોગ’

આ સ્થિતિને ઘ્યાનમાં રાખીનેજ  આ વર્ષે 21 જુન, 2021 યોગ દિવસની Be with yoga, Be at home નકકી કરવામાં આવી છે. આજની પરિસ્થિતિમાંથી જો બહાર આવવું હોય તો યોગ એ જ એક એવો સહારો છે. જેના દ્વારા વ્યકિત શારીરિક અને માનસિક યાતનામાંથી બહાર આવી શકે છે. ઘરમાં જ રહીને યોગ દ્વારા એકલતા અને હતાશા દુર કરી શકાય છે. વ્યકિતની અંદરનો ડર અને અસ્વસ્થતાને દુર યોગ દ્વારા કરી શકાય છે. એટલે જ આ વર્ષે  Yoga for well being આ તરફ આંતર રાષ્ટ્રીય યોગ દિવસની થીમે ઘ્યાન કેન્દ્રિત કર્યુ છે.

હર વર્ષેની માફક આ વર્ષે પણ ર1 જુન યોગ દિવસને આપણે આનંદપૂર્વક અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે અને આપણી ઇમ્યુનીટી ખુબ જ સારી રહે તે માટે ઉજવીએ અને માત્ર ર1 જુન જ નહિ, પરંતુ જીવનમાં હરરોજ યોગને સ્થાન આપીએ.

આયુષ મંત્રાલયે તૈયાર કરેલ ઇન્ટરનેશનલ યોગ ડે ના કોમન પ્રોટોકોલ મુજબના આસનો કે જે દરેક વ્યકિત કરી શકે તેવા છે જે આપણે ઘરમાં રહીને અભ્યાસ કરીએ, આ આસનો એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેનાથી પૂરા શરીરને વ્યાયામ મળી શકે છે. સાથે પ્રાણાયામ અને ઘ્યાન પણ આ પ્રોટોકોલમાં આપેલ છે.

તો આવો આપણે સહ આ વર્ષે યોગ દિવસનું સ્થળ આપણું ઘર જ બનાવીએ અને પરિવાર સાથે યોગ કરીએ નવી આશા નવા વિશ્ર્વાસ સાથે યોગ અપનાવીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.