આપે એ જાણવું જોઇએ કે કેટલાક એવા લક્ષણો છે કે જે જણાવી દે છે કે આપ પોતાનાં કામને પસંદ કરી રહ્યાં છો અને આપનાં ચાહનારાઓ આ બાબત પર ધ્યાન જરૂર આપશે.
એવી કોઈ પણ જૉબ નથી જે કે પોતાની જાતમાં પરફેક્ટ હોય, પરંતુ ઘણી વખત જો આપ કરાતા કામનેપસંદ કરો છો, તો તે આ વાતથી વધુ મહત્વ ધરાવે છે કે આપને તેના કેટલા પૈસા મળી રહ્યાં છે. ઘણી વાર આપને પોતાની જૉબમાં કોઈ ખામી પણ નથી દેખાતી. અહીં કેટલાક એવાં લક્ષણો જણાવાયા છે કે જે એ સાબિત કરી દે છે કે આપ પોતાનાં કામને પસંદ કરી રહ્યાં છો :
- આપને પોતાનાં સહકર્મીઓની મદદ કરવામાં મજા આવે છે. આપ તેમની સફળતામાં પોતાની સફળતા પણ માનો છો.
- આપ વીકન્ડને પોતાની જાતને સોમવાર માટે તૈયાર કરવાનું સાધન માનો છો. આપને વીકેન્ડમાં કોઈ મુશ્કેલી નથી, કારણ કે આપનું કામ આપના માટે સૌથી વધુ જરૂરી છે.
- સાંજે 4 વાગતા આપને આશ્ચર્ય થાય છે. આપ કામમાં એટલા વ્યસ્ત રહો છે કે સમયનો ખ્યાલ જ નથી રહેતો. આપ પોતાનાં કામમાં આનંદ લો છો.
- આપ સમસ્યાઓને પકડવા કરતા તેના ઉકેલ અંગે વધુ વિચારો છે. વૉટર કૂલર કે કૉફી મશીન પાસે સમસ્યા અંગે ચર્ચા કરવાથી સારૂ એ છે કે આપ અને આપના મિત્રો તે સમસ્યાનો ઉકેલ શોધે.
- . આપને ખબર છે કે આપ જે કરો છો, તેની અસર આપની કંપની પર થાય છે. આપે આ બાબતનું ધ્યાન રાખવું જોઇએ કે આપની પ્રવૃત્તિઓ આપનાં કામને વધુ શ્રેષ્ઠ બનાવી શકે છે.