“લેખનથી છે શબ્દો, પરિચય, મનુષ્ય અને વ્યક્તિત્વ”
આજે 14 ઓગેસ્ટ એટલે કે “વિશ્વ સુલેખન દિવસ” છે જેને “world Calligraphy Day” તરીકે પણ ઓળખાય છે. દરેક સ્ક્રિપ્ટનો પોતાનો સુલેખન અને સાંસ્કૃતિક ઇતિહાસ હોય છે. સુલેખન એક મહત્વપૂર્ણ કળા સ્વરૂપ છે. લેખન શબ્દોથી થાય છે.3200 B.C.માં સુમેરિયન સદીમાં પહેલો શબ્દ લખાયો હતો જે માટીના પથ્થર પાર લખાયો હતો.
લેખન એટલે લખવાનું કાર્ય જે મનુષ્યના પોતાના વિચારોથી જોડે સાથેજ અનેક શબ્દોને જોડી એક નવી રીત અને પ્રીત આગડ વધારે. જીવનમાં સુલેખન ત્યારેજ થાય જયારે સુવિચાર મનમાં હોય સુવિચાર પણ મનમાં ત્યારેજ જાગૃત થાય જયારે જીવનમાં હકારાત્મકતા અને ધ્યેય હોય.
લેખન પહેલા પીંછાથી થતું હતું, ત્યારબાદ પેન્સિલથી થતું ત્યારબાદ પેનથી થવા લાગ્યું અને હવે તો કેલીગ્રાફી માટે વિવિધ પ્રકરણે પેન, ઇન્ક આવવા લાગી છે. સુલેખન લેખન સાથે દ્રશ્ય કલાનું સંયોજન છે. સુલેખન એક પ્રકારનું આર્ટ ફોર્મ છે.
સુલેખન લેખિત સ્વરૂપમાં કાલા છે. આજે ઘણાબધા લોકો સુલેખન એટલેકે કેલીગ્રાફીના ક્લાસ કરાવે છે જેમાં લોકોને સારા અને ઇફેક્ટિવ કેવી રીતે લખવું તે શીખડાવે છે. વર્તમાન સમયે કેલીગ્રાફીની માંગ દિવસેને દિવસે વધતી જાય છે. લોકો તેમના બાળકોને આ ક્લાસીસ કરાવે છે જેમના કારણે બાળકોના અક્ષર સુંદર થાય. લોકોએ કેલીગ્રાફીને વ્યાપારનું સ્વરૂપ પણ આપીદીધું છે. ઘણા લોકો કે જેમને કેલીગ્રાફીની કાલા આવડે છે તે લોકો ઘરેજ ઇન્વિટેશન કાર્ડ, બર્થડે કાર્ડ, એનિવર્સરી કાર્ડ, સુવાક્યો વગેરે બનાવીને વહેચ છે. તો જો તમારે પણ આ કાલા શીખવી હોવ તો આજે જ “world Calligraphy Day”ના દિવસે કેલીગ્રાફીના ક્લાસમાં જોડાવ અને આ સુંદર સુલેખન કાલા શીખો.
“વિશ્વ સુલેખન દિવસે” જુવો આ સરસ મજાનો “સુલેખનના” ફોટા :
“શબ્દો શબ્દોથી જોડાઈ લેખન થાય સુવિચાર કલામ થી જોડાઈ સુલેકાં સર્જાય”