આજના યુગમાં લોકોમાં  સૌથી પ્રિય વસ્તુ એટલે કે “સેલફી”, એક એવું માધ્યમ છે જેનાથી સ્વ – છબી પાડી શકાય.સાથે એક વસ્તુ જેના થકી મનુષ્ય પોતાના ફેસને તેની જ રીતે પોતાના  ફોન અથવા વેબકેમમાં  ક્લિક કરી શકે. આ સેલફી સૌ પ્રથમ વખત ૧૮૩૯માં રોબર્ટ કોર્નેલિયસપાડી હતી, તેઓએ આને પ્રથમ પ્રકાશ ચિત્ર તરીખે ઓળખવ્યું હતું અને કહ્યું હતું કે સોરી અબાઉટ ધ ફોકસ ,આ એક સેલફી હતી . ત્યારબાદ ૨૦૧૩માં એક ઓસ્ટ્રલિયન વ્યક્તિએ પોતાની પાર્ટી માથી પાડ્યો હતો અને સાથે આ ફોટાનું વર્ણનકર્યું હતું. ત્યારબાદ આ સેલફીને  “ઓક્સફર્ડ ઇંગલિશ શબ્દકોશ” દ્વારા “વર્ડ ઓફ ધ યર” તરીકે ઓળખવ્યો. આ સેલફીએ એક બીજા લોકોની જરૂરિયાત દૂર કરી નાખી કારણ કૅમેરામાં કોઈ વ્યક્તિ ફોટો પાડવા હાજાર જોઇયે ત્યારે સેલફીમાં લોકો પોતાની જાતેજ ફોટો ખેચી શકે છે.

2000 ના દાયકાની શરૂઆતમાં, ફેસબુક પ્રબળ ઓનલાઇન સોશિયલ નેટવર્ક બન્યું તે પહેલાં, માય સ્પેસ પર સ્વ-લેવામાં આવેલા ફોટોગ્રાફ્સ ખાસ કરીને સામાન્ય હતા.સેલ્ફીઝની અપીલ તેઓ બનાવવા અને શેર કરવા માટે કેટલા સરળ છે અને તેઓ પોતાને કેવી રીતે રજૂ કરે છે તેના ઉપર લોકોને આપે છે તેના નિયંત્રણમાંથી આવે છે. સેલફીમાં અમુક લોકોને ખુશામત કરતી છબી રજૂ કરે છે.  સેલ્ફીઓ  ટ્રિપ્સમાં લેવામાં આવે , પાર્ટીમાં લેવામાં આવે,પ્રસંગો પાત લેવામાં આવે સાથે સોલો વ્યક્તિ એકલતામાં પાડે એ સેલફી . દરેક વ્યક્તિ પોતાની રીતે સ્વની સેલફી  લે છે. સેલફી નેતાઓ પાડે, સેલિબ્રિટી પાડે,યૂથ, બાળકો પાડે તથા વૃદ્ધો પણ પાડે અને પોતાના સોશિયલ મીડિયા પર મૂકી શકે છે.

સેલફી પાડવાની માત્ર એક રીત નથી પણ અનેક છે જેમાં સ્માઇલથી પડી શકાય ,  ફ્લૅશ લાઇટથી પાડી શકાય ચીઝ ના અવાજથી પાડી શકાય , દૂરથી,નજીકથી ,ઝડપી ક્લિકથી તથા અન્ય રીતે કેપ્ચર કરી શકીએ છીયે. ડીજે રિક મેકનીલીએ ,21 જૂન, 2014 ના રોજ પ્રથમ વખત રાષ્ટ્રીય સેલ્ફી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેથી લોકો પોતાની  સેલફી લઈ પોતાની સર્જનાત્મકતા બીજા સુધી પોહચાડી અને બતાવી શકે. હવે આ સેલફી ટ્રેન્ડ ને “સેલફી કલ્ચરનું” નવું  નામ મળ્યું  છે. સેલફીએ ફોટોની સાથે એક કેપ્ષ્નની નવી પરિભાષાનો પરિચય અપાવ્યો કેપ્ષ્ન એટલે ફોટો સાથે ટૂંકુંમાં તેનું વર્ણન. જેમકે સેલ્ફી રવિવાર, મારો જન્મ વિશિષ્ટ બનવા માટે  થયો છે .એક સર્વે પ્રમાણે ફેસબુક પર ૭૧% સેલફી મુકાય છે,ઇન્સટગરમ પર ૭૪% સેલફી મુકાય છે, વ્હાટ્સઆપ પર ૭૨% સેલફી મુકાય છે. સેલફીએ લોકોમાં પોતાની જાતને દર્શવાનો એક નવો ટ્રેન્ડ અપાવ્યો. આજની પેઢીમાં સેલફી ટ્રેન્ડ ખૂબ પ્રખ્યાત બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.