આજકાલ લોકોમાં બિમારીઓનું પ્રમાણ વધ્યુ છે. કેન્સર, એઇડ્સ, કરતા પણ વધુ ખતરનાક બિમારી ‘હેપેટાઇટિસ બી’ છે. જે શરીરમાં એચબીવી વાયરસ ફેલાવે છે. આ વાયરસ બોડીમાં ઇન્ફેક્ટેડ બ્લડને ટ્રાન્સફર થવાથી અથવા ઇન્ફેક્ટેડ પાર્ટનર સાથે ઇન્ટરકોર્સ કરવાથી થાય છે, ડબલ્યુએચઓના રિસર્ચ પ્રમાણે વૈશ્ર્વિક સ્તરે એઇડ્સ કરતા પણ વધારે મોત હેપેટાઇટિસ બીના કારણે થઇ રહી છે.
– જાણો હેપેટાઇટિસ બીના લક્ષણો….
– હેપેટાઇટીસ બી થવાનું હોય તો આંખો અને સ્કિન પીળી પડી જાય છે.
– યુરિનમાં બળતરા થાય છે અને તેનો રંગ બ્રાઉન અથવા ઓરેન્જ થઇ જાય છે.
– જેમને હેપેટાઇટીસ બી થાય છે તેવા લોકો લાંબા સમય સુધી બિમાર રહે છે.
– બિમારી અને પીડાની સાથે શરીરમાં થાક અને નબળાઇ પણ રહે છે.
– બૈચેની અને ગભરામણને કારણે વેમિટ થવા લાગે છે.
– ભૂખ લાગી હોય પરંતુ ખાવાથી પેટમાં દુખવા લાગે છે અને સોજો પણ આવી જાય છે.
આ સામાન્ય લાગતા લક્ષણોના કારણે ગંભીર બિમારી થઇ શકે છે.