17 ઓગસ્ટ ના નોન પ્રોફિટ ડે એટલે કે બિનનફાકારક તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાની શરૂઆત 2017માં “શેરીતા જે. હેરિંગ” એ કરી હતી. શેરીતા જે. હેરિંગ એ એક પ્રખ્યાત વક્તા, શ્રેષ્ઠ લેખિકા અને વ્યવસાયિક વ્યૂહરચનાકારક છે. આ દિવસે લોકો ફંડિંગ કરે અને તેના થકી NPD (નોન પ્રોફિટ દિવસ) ને લોકો મા જાગૃતિ અપવે છે.
1894 ના ટેરિફ એક્ટના કાયદામાં 17 ઓગસ્ટના સહી થયેલ, જેમાં કોર્પોરેશનો પર પ્રથમ સંઘીય આવકવેરો લાદવામાં આવ્યો, જેમાં બિનનફાકારક સંસ્થાનો પણ સમાવેશ થયો હતો. જેમાં થોડા ફેરફાર થાયા બાદ બિનનફાકારક સંસ્થા કાયદાનો નક્કર ભાગ રહીને સમુદાયો અને અર્થવ્યવસ્થા બંને માટે નોંધપાત્ર લાભ આપ્યા છે.
આ દિવસે ઘણા લોકો શાળામાં બાળકોને ભણવા જાય છે, ઘણા લોકો દર્દીને દવાઓ આપે છે; વકીલ ઓછી આવક ધરાવતા વ્યક્તિઓ માટે કાનૂની સેવાઓ પ્રદાન કરે છે આ પ્રત્યેક દ્રશ્યો બિનનફાકારક સંસ્થા અને સક્ષમ પુરુષો, મહિલાઓ અને સંગઠનો દ્વારા કરવામાં આવેલ કાર્યને કારણે શક્ય છે.
બિનન ફાકારક સંસ્થા જાગૃતિ, સંશોધન અને સહાય દ્વારા લોકો સુધી પહોંચે છે જેને સૌથી વધુ જરૂર છે. બિનનફાકારક સંસ્થા તેમના આસપાસના સમુદાયો અને વિશાળ વિશ્વને પણ ખૂબ જ લાભ આપે છે.
યુ.એસ.માં મંદીના સમયે બિનનફાકારક સંસ્થાએ $ 887.3 અબજનું પ્રદાન કર્યું હતું અને વધુનેવધુ લોકોન જેવા કે નર્સ, વેબ ડેવલપર્સ, વકીલો, કમ્પ્યુટર ઇજનેરો વગેરે લોકો ને રોજગારી આપવી હતી.
આ દિવાસે સમાજ તથા આર્થંત્ર પણ એક મોટી ભૂમિકા ભજવાય છે.આ દિવસે લોકો દ્વારા ઓનલાઇન ફંડિગ કરવામાં અવે છે જે આ દિવસ ની મુખ્ય થીમ છે. આ દિવસે જે લોકો અને સંસ્થાઓ ફંડિંગ કરતી હોય તે કાર્યક્રમ યોજે છે જેથી કરીને લોકો એવું કામ કરતા રહે અને નોન પ્રોફિટ દિવસે પોતાનું યોગદાન આપતા રહે.