નાગ પંચમિને એક તહેવારની જેમ ઉજવવામાં આવે છે, જેમાં હિન્દુઓ નાગ અથવા તેમની મૂર્તિઓની પૂજા કરે છે. નાગ પંચમી હિન્દુનો એક મુખ્ય તહેવાર છે. હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ મહિનામા શુકલ પક્ષને નાગ પંચમીના રૂપમાં માનવામાં આવે છે.
આ દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે અને તેમને દૂધથી સ્નાન કરાવવામાં આવે છે.
પરંતુ હાલમાં સાપને દૂધ પીવડાવવાંનું ચલણ વધ્યું છે. શાસ્ત્રોમાં નાગાને દૂધ પીવડાવવાનું નહીં પરંતુ દૂધથી સ્નાન કરાવવાનું લખ્યું છે.
નાગ પંચમી સાથે અસંખ્ય દંતકથાઓ જોડાયેલી છે. જે મુજબ એક દંતકથા ખેડૂત અને નગદેવતાની છે જેમાં એક ખેડૂતે આકસ્મિક રીતે કેટલાક નાના સાપને મારી નાખે છે. ત્યારે ગુસ્સે થયેલી સાપની માતા વેર લેવા માટે જાય છે. એક વાર ખેડૂત અને તેના પરિવાર સાથે રાત્રે સૂતો હોય છે ત્યારે વેરે ભરાયેલી નાગદેવતા પૂરા પરિવારને કરડી લે છે અને પોતાનો વેર લે છે. ત્યારે તેની એક દીકરી નાગ દેવતાને બે હાથ જોડીને માફી માંગે છે અને ત્યારે તે દીકરીને નગદેવતાએ માફ કરી હતી અને ત્યારથી જ ભારતમાં દર વર્ષે નાગ પંચમી ઉજવાય છે.
દક્ષિણ ભારતમાં પણ નાગ પંચમી એક તહેવાર તરીકે લોકો ઉજવે છે, જે તેમના પરિવારની સુખાકારી માટે આ મૂર્તિની પૂજા કરે છે.
આ દિવસે, વિવાહિત સ્ત્રીઓ અને છોકરીઓ સવારના વહેલી ઊઠે છે, તેઓ સ્નાન કરે છે, પૂજા કરવા માટે તૈયારીઓ
કરે છે, અને પૂજા કરવા માટે નજીકના મંદિરે જાય છે.
અમુક સ્ત્રીઓ તો નગદેવતાની ઘરે જ મુર્તિ સામે પૂજા કરે છે. તેઓ આખો દિવસનો ઉપવાસ કરે છે.