ટાઈગર શ્રોફ અને દિશા પટણીએ પણ નહીં વિચાર્યું હોય કે તેમની આ ‘બાઘી 2’ ફિલ્મ આટલા કરોડની કમાણી કરશે. અને બૉલીવુડ તેમજ બોક્સઓફિસમાં ધૂમ મચાવશે. પહેલા દિવસે ફિલ્મે 25.10 કરોડની કમાણી કરી હતી. અને બીજા દિવસે આ ફિલ્મે 20.40 કરોડની કમાણી કરી હતી.અને ત્યારબાદ જાણવા મળ્યું છે કે આ ફિલ્મે બોલિવુડમાં ધમાકો કરે તેવી સ્થિતિ દર્શાય રહી છે.
કેઆરકે બોક્સ ઓફસે તેમની એક ટ્વિટ દ્વારા જાણકારી આપી હતી કે નડિયાડ્વાલી પ્રોડકશન ની ‘બાઘી 2’ ફિલ્મ ત્રીજા દિવસે લગભગ 28 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે અને જો આ ફિલ્મ ખરેખર આવું કરવાંમાં કામિયાબ રહેશે તો આ ફિલ્મની ત્રણ દિવસની કમાણી 75 કરોડ રૂપિયાને પાર કરી શકે છે.
Now business of #Baaghi2 can be like this 25+22+28=Weekend 75Cr! Week1 business 125Cr! Lifetime 150-175Cr! Unreal!
— KRKBOXOFFICE (@KRKBoxOffice) March 31, 2018
તેમના બીજા ટ્વિટ માં કેઆરકે બોક્સ ઓફિસ એ એવી જાણકારી આપી છે કે ફિલ્મ ‘બાઘી 2’ ત્રીજા દિવસે ખુબજ મોટી કમાણી કરી શકે છે. કારણકે આ ફિલ્મના લગભગ 80% શો હાઉસફુલ જઇ રહ્યા છે.
Today #Baaghi2 has got big jump and 80% shows are running houseful. So day3 business can be 25-27Cr!
— KRKBOXOFFICE (@KRKBoxOffice) April 1, 2018
અને જો આ ફિલ્મની ટોટલ કમાણી ની વાત કરવામાં આવે તો આ ફિલ્મ લગભગ 150 કરોડ રૂપિયા સુધીની કમાણી કરે શકે છે.