તેમનું સરેરાશ આયુષ્ય ૧૧ વર્ષ હોય છે આ કૂતરાને પેઇન્ટેડ વરૂ પણ કહેવાય છે. અન્ય કૂતરાથી વિપરીત તેના પગમાં ફકત ચાર આંગણીઓ જ હોય છે તે હંમેશા જુથમાં રહેવા ટેવાયેલા હોય, ભેગા મળીને મોટા પ્રાણીનો પણ શિકાર કરે છે. તેના તીક્ષ્ણ દાંતથી શિકારને ફાડી ખાય છે.
તમે આફ્રિકાના શેરેંગટી, મસાઇમારા જેવા વિશાળ જંગલોની સ્ટોરી ટીવીમાં જોતા હો, ત્યારે તીક્ષ્ણ દાંત વાળા જંગલી કૂતરા ભેગા મળીને મોટા મોટા પ્રાણીઓના શિકાર કરતા જોવા મળે છે. તેનું વૈજ્ઞાનિક નામ લાઇકોન પિકટસ છે. તેનો પ્રકાર સ્તનધારી છે, ખોરાક માંસાહારી છે તે એવરેજ ૧૧ વર્ષ જીવે છે. તેની સાઇઝ આકાર ૨૯.૫ થી ૪૩ ઇંચ અને વજન ૪૦ થી ૮૦ પાઉન્ડ વચ્ચે હોય છે.
આફ્રિકાના આ જંગલી કુતરા ઘણા બધા નામોથી ઓળખાય છે, જેમાં કેપ હટીંગ, પેંટેડડોગ, લાઇકોન પીકટસ વિગેરે નામથી જાણીતા છે. લાઇકોન પીકટસનો અર્થ ચિત્રિત શિયાળ કહે છે. કારણ કે તેના શરીર ઉપર કાળા કાળા નાના બ્લેક પેચ ચિત્ર કર્યા હોય એવું લાગે છે. તેના કલરમાં લાલ, કાળા, ભૂરા, સફેદ, પળીા જેવા પેચ હોય છે. બધા જનાવર તેની પોતાની અલગ અલગ વાળના (કોટ) ની પેર્ટન હોય છે. તેને મોટા ગોળ કાન હોય છે. આ લાંબા પગવાળા કેનાઇનના પગમાં ફકત ચાર આંગણીઓ હોય છે જે અન્ય કુતરાથી વિપરીત, જેના આગળના પગમાં પાંચ પંજા અંગુઠા જેવા આકારનાં હોય છે.
એક જમાનામાં તે પુરા મહાદ્રિપમાંજોવા મળતા હતા. પરંતુ આજે રેગીસ્તાનથી પહાડો, જંગલોમાં તેના આવાસની ભૌગોલિક સીમાના ઘણા બધા ભાગોમાંથી ગાયબ થઇ ગયા છે. સામાન્ય રીતે આ આફ્રિકન કૂતરા સહારા, આફ્રિકાના ખુલ્લા મેદાનોમાં અને વડલેંડસમાં ફરતા
હોય છે. એની મોટી વસ્તી બોટસવાના: ઝીમ્બાવે, નબીબીયા, ઝાંબિયા, ટાંન્ઝાનિયા, મોઝાંબિકમાં જોવા મળી રહી છે. આફ્રિકન જંગલી કૂતરા જુથમાં રહેતા હોય છે. જે સામાન્યત: મોનોગૌમસ પ્રજાજન જોડી નર-માંદાના લીડર શીપમાં રહેતા હોય છે. માદા પાસે બે થી ર૦ જેટલા નાના બચ્યા હોય છે. જેની સંભાળ આખુ જાુથ રાખતું હોય છે. આ જંગલી કૂતરા સામાજીક પણ હોય છે. બુથ માટે ભોજન મેળવવા એકજાુટથઇને શિકાર કરે છે. જેમાં કમજોર અને બીમાર સભ્યોનું વિશેષ ઘ્યાન રાખે છે. તેના સામાજીક સંપર્ક માટે સ્પર્શ ક્રિયાઓ તથા જુદા જુદા અવાજો દ્વારા સંવાદ કરે છે.
તેમની શિકારની ટેકનીકમાં નબળા જાનવરને પસંદ કરીને ટારગેટ કરે છે. જાુથ બનાવી ક્રમશ: દોડ લગાવી એકબીજાના સહયોગથી શિકાર કરે છે. કાળિયાર, વાઇલ્ડ બીસ્ટસનો પણ સામનો કરી શકે છે. જો કે આહારની પૂર્તિ માટે ઉંદર અને પક્ષીનો પણ શિકાર કરી લે છે જેમ જેમ માનવ વસાહતો વધવા લાગી તેમ તેમ કેટલીક વાર પશુધનનો સ્વાદ પણ તેને વિકસાવી લીધો છે. જો કે મોટાભાગે તેને જંગલી શિકાર પસંદ છે.
પશુધનનાં શિકારના ડરને કારણે જંગલી કૂતરાનો શિકાર થઇ રહ્યો છે. લોકોને તેના કરડવાથી હડકવા કેનાઇન ડિસ્પેપર જેવી બીમારીનો પણ ડર હોય છે. પવર્તમાન સંજોગોમાં તેની સંખ્યા ઘટતી જોવા મળે છે, આ પ્રજાતિને સંકટ ગ્રસ્ત માનવામાં આવે છે.
જંગલી કૂતરા દુનિયામાં સૌથી લુપ્ત થતી સ્તનધારી જાતીમાંની એક છે. તેની સૌથી મોટી આબાદી આફ્રિકામાં જોવા મળે છે. તેમનાં નુકશાનના સિંહ જેવા મોટા શિકારીઓની સાથે લડાઇ પણ મહત્વ નો ભાગ ભજવે છે. વર્લ્ડ વાઇલ્ડ લાઇફની ઝુબેશમાં આ કૂતરાની લુપ્ત થતી પ્રજાતિ માટે ઝુબેશ ચલાવાય છે. અને લોકોને એક કૂતરાો દત્તક લઇને તેની કેર કરવા પ્રેરણા આપીને બચાવ કાર્ય થઇ રહ્યું છે.