શિયાળાની ઋતુ આવતાની સાથે આપણે શર્દી-ઉધરસનો ભોગ બની જતા હોય છીએ. સર્દી થવાથી માથાનો દુખાવો પણ થાય છે, આ ઉપરાંત અવાજ ભારે થવો, હળવો તાવ આવવો, અને શરીર ટૂટવાના લક્ષણો દેખાવા લાગે છે પરંતુ કહેવાય છે કે સર્દીમાં એલોપથી દવા લેવી જોઇએ નહીં કારણ કે ૩ થી ૪ દિવસમાં સર્દી આપો-આપ જ મટી જાય છે. પરંતુ તમે સાંભળ્યુ હશે ઘરના વડીલો ખાસ કરીને દાદીમાં અલગ-અલગ અસરકારક નુસ્ખા આપતા હોય છે. દાદીના નુસ્ખા જેટલુ જ અસરકારક છે આ જીરાનો નુસ્ખો……
– જાણો કઇ રીતે સર્દી ઉધરસમાં ઉપયોગી છે જીરુ…..
– જો તમને સર્દી હોય તો આખુ જીરુ ચાવી શકો છો તેનાથી તમને તરત જ આરામ મળશે….
– સર્દીમાં દિવસમાં ૩ થી ૪ વખત જીરુ ચાવવું જો તમે ઘરની બહાર જતા હોય તો જીરુ સાથે પણ રાખી શકો છો આમ કરવાથી તમને પહેલા દિવસે જ રાહત થશે.
– જીરાને તમે ચામાં મિશ્ર કરી પણ લઇ શકો છો.
– તેમજ જીરુ અને લવીંગના મિશ્રણને દિવસમાં ૩ થી ૪ વખત ચપટી ચપટી લેવાથી રાહત થાય છે.
– જીરુ ખાવાથી કોલેસ્ટ્રોલ પણ ઘટે છે, અને હાર્ટ અટેકની બિમારીને ખતરો પણ ઓછો થાય છે.
– જો તમારી પાસે વધુ સમય ન હોય તો ગરમ પાણીમાં મધની સાથે જીરુ પાઉડર લેવાથી પણ સર્દીમાં રાહત થાય છે.
– આ ઉપરાંત વેજીટેબલ સુપમાં જીરુ નાખીને પણ ફાયદો થાય છે.